UP ચૂંટણીમાં કોરોનાની એન્ટ્રી! અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કોરોના પોઝિટિવ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદને આઇસોલેટ કરી લીધા છે. 

UP ચૂંટણીમાં કોરોનાની એન્ટ્રી! અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કોરોના પોઝિટિવ

લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ (Akhilesh Yadav) ના પત્ની ડિમ્પલ યાદવ (Dimple Yadav) કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત હોવાની જાણકારી ખુદ ડિમ્પલ યાદવે ટ્વીટ કરીને આપી છે. મહત્વનું છે કે ડિમ્પલ યાદવે કોવિડ વેક્સીનના (Corona Vaccine) બંને ડોઝ લઈ લીધા છે. 

ટ્વીટ કરી આપી જાણકારી
ડિમ્પલ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ છું અને કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. મારી અને બીજાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેં ખુદને આઈસોલેટ કરી લીધી છે. 

તેમણે પોતાના ટ્વીટમાં લોકોને અપીલ કરી છે, 'હાલના સમયમાં મને મળનાર તમામ લોકોને વિનંતી છે કે તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.'

मैं पूरी तरह से वैक्सिनेटेड हूं और कोई भी लक्षण अभी दिखाई नहीं दे रहे है।

अपनी और दूसरों की सुरक्षा की दृष्टि से मैंने खुद को अलग कर लिया है।

हाल फिलहाल मुझसे मिलने वाले सभी लोगों से अनुरोध है कि वे अपना टेस्ट जल्द कराएं।

— Dimple Yadav (@dimpleyadav) December 22, 2021

છેલ્લા 24 કલાકમાં 6317 કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6317 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 318 લોકોના મૃત્યુ થયા છે. તો દેશમાં આ દરમિયાન 6906 કોરોના દર્દી સાજા પણ થયા છે. દેશમાં હાલની તારીખે એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 78,190 છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news