Corona: બેકાબૂ કોરોના પર DGCAની નવી ગાઇડલાઇન, વિમાનમાં ફેસ માસ્ક ફરજીયાત

Face Mask In Airline: ડીજીસીએએ કહ્યું કે એરલાયન્સે તે નક્કી કરવું પડશે કે યાત્રી યાત્રા દરમિયાન ફેસ માસ્ક યોગ્ય રીતે પહેરે. આ સિવાય સ્વચ્છતા અને સેનેટાઇઝેશનનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 
 

Corona: બેકાબૂ કોરોના પર DGCAની નવી ગાઇડલાઇન, વિમાનમાં ફેસ માસ્ક ફરજીયાત

નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોના કેસને જોતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) કડક થઈ ગયું છે. ડીજીસીએ એરલાયન્સને નિર્દેશ આપ્યો છે કે યાત્રા દરમિયાન બધા યાત્રીકો યોગ્ય રીતે માસ્ક પહેરે. જો કોઈ માસ્ક નહીં પહેરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય યાત્રીકોને સેનેટાઇઝ પણ કરવામાં આવે. આ સિવાય ડીજીસીએએ એરપોર્ટ પર નિરીક્ષણ કરવાનું પણ કહ્યું છે. 

અચાનક થાય યાત્રીકોનું નિરીક્ષણઃ ડીજીસીએ
એરલાયન્સને તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે કે યાત્રી વિમાનોની અંદર માસ્ક પહેરે, એવિએશન રેગુલેટર ડીજીસીએએ આજે કોવિડ કેસની વધતી સંખ્યાને જોતા આ નિર્દેશ આપ્યો છે. તેણે કહ્યું કે, જો કોઈ યાત્રી નિર્દેશોનું પાલન ન કરે તો એરલાયન્સ દ્વારા યાત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડીજીસીએ કહ્યું કે એરપોર્ટ અને એરલાયન્સમાં યાત્રીકોનું અચાનક નિરીક્ષણ કરવામાં આવશે. 

— ANI (@ANI) August 17, 2022

ડીજીસીએએ કહ્યું કે એરલાયન્સે તે નક્કી કરવું પડશે કે યાત્રી યાત્રા દરમિયાન ફેસ માસ્ક યોગ્ય રીતે પહેરે અને અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવે. જૂનમાં જારી એક સર્કુલરનું ધ્યાન અપાવતા ડીજીસીએએ કહ્યું કે તેનું કડકથી પાલન કરવામાં આવે. 

જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો આદેશ
જૂનમાં આદેશ જારી કરતા એવિએશન રેગુલેટરે કહ્યું હતું કે માત્ર અસાધારણ પરિસ્થિતિમાં અને કોઈ કારણથી મંજૂરી મળવા પર જ ફેસ માસ્ક હટાવી શકાય છે. આદેશ હેઠળ એરપોર્ટમાં સર્વેલાન્સ વધારવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ સિવાય માસ્ક વગર પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. એરપોર્ટની અંદર મુખ્ય સ્થાનો પર સેનેટાઇઝની જોગવાઈઓ સહિત યોગ્ય સફાઇ ઉપાયોની પણ સલાહ આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news