એક્સપ્રેસ-વે પર એર શોઃ કમાન્ડોને લઈને ઉતર્યું AN-32, સુખોઈ-રાફેલે દેખાડી તાકાત, જુઓ VIDEO
એર શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વાયુસેનાના વિમાનથી સીધા એક્સપ્રેસ-વે પર ઉતર્યા હતા. તે હરક્યુલિસ વિમાનથી કોઈ એક્સપ્રેસ વે પર પહોંચનાર પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી અને સીએમ યોગીની સામે વાયુ સેનાના લડાકૂ વિમાને તાકાતનો અનુભવ કરાવવાની સાથે કરબત દેખાડી હતી. સુલ્તાનપુરમાં બનેલી હવાઈ પટ્ટી પર રાફેલ, સુખોઈ અને મિરાજ જેવા લડાકૂ વિમાનોનું ટચ એન્ડ ગો ઓપરેશન થયું. વિમાનોએ આકાશમાં અંગ્રેજીના આઠનો આકાર બનાવવાની સાથે તિરંગો બાવ્યો હતો. 3.2 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટીની સાથે મિરાજમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. આશરે 40 મિનિટના એર શોમાં 30 લડાકૂ વિમાનોએ કરબત દેખાડી હતી.
એર શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વાયુસેનાના વિમાનથી સીધા એક્સપ્રેસ-વે પર ઉતર્યા હતા. તે હરક્યુલિસ વિમાનથી કોઈ એક્સપ્રેસ વે પર પહોંચનાર પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા. ત્યારબાદ પ્રધાનમંત્રીની સામે એરફોર્સના વિમાનોએ ઈતિહાસ રચી દીધો. વાયુસેનાના મિરાજ-2000 મલ્ટીરોલ ફાઇટરે એક્સપ્રેસ-વે પર બનાવવામાં આવેલ ઇમરજન્સી એરસ્ટ્રિપ પર લેન્ડિંગ કર્યું હતું.
#WATCH उत्तर प्रदेश: पुर्वांचल एक्सप्रेस वे पर मिराज 2000 लैंड किया।
(सोर्स: डीडी) pic.twitter.com/LeWBmmaYMY
— ANI_HindiNews (@AHindinews) November 16, 2021
એરસ્ટ્રિપની નજીક મિરાજમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ કમાન્ડોને લઈને એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન AN-32 હાઈવે પર ઉતર્યું હતું. આ કમાન્ડોએ ઓપરેશનને અંજામ આપવાનો નજારો રજૂ કર્યો હતો. આ સિવાય સુખોઈ, મિરાજ, રાફેલ, એએન 32, સૂર્યકિરણ જેવા વિમાનોએ કરતબ બતાવી હતી. રાફેલ ફાઇટર પ્લેન પ્રથમવાર ભારતના કોઈ રસ્તા પર ઉતર્યું છે.
#WATCH उत्तर प्रदेश: सुल्तानपुर के करवल खीरी में पूर्वांचल एक्सप्रेस वे पर AN 32 मालवाहक विमान लैंड हुआ।
(सोर्स: डीडी) pic.twitter.com/yjwBLUBU2A
— ANI_HindiNews (@AHindinews) November 16, 2021
એર શો બાદ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે UP નો ત્રીજો એર સ્ટ્રીપ વાળો એક્સપ્રેસ-વે થઈ ગયો છે. અહીં લડાકૂ વિમાન લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકાય છે. આ પહેલા આગરા એક્સપ્રેસ-વે અને યમુના એક્સપ્રેસ-વે પર લડાકૂ વિમાન ઉતરી ચુક્યા છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સ્થળથી લગભગ 10 કિલોમીટરના એરિયાનો સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો હતો.
એકફોર્સના AN-32 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લેન્ડિંગ કર્યું. તેમાં સેનાના કમાન્ડો એર સ્ટ્રિપ પર ઉતર્યા અને ઓપરેશન દેખાડ્યું હતું. એન-32ને નાટો દેશોની સેનાઓ લાંબા સમયથી યૂઝ કરે છે. એરફોર્સની સાથે-સાથે સેનાના જવાનોએ પણ શૌર્યનું પ્રદર્શન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે