વાઈસ ચીફ એરમાર્શલ આર.કે.એસ. ભદોરિયા બનશે નવા વાયુસેના પ્રમુખ

આર.કે.એસ. ભદોરિયા વર્તમાન એરચીફ માર્શળ બી.એસ. ધનોઆનું સ્થાન લેશે. બી.એસ. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે 

વાઈસ ચીફ એરમાર્શલ આર.કે.એસ. ભદોરિયા બનશે નવા વાયુસેના પ્રમુખ

નવી દિલ્હીઃ વાઈસ ચીફ એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા(RKS Bhadauria) ભારતીય વાયુસેનાના(IAF Chief) નવા વડા બનશે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તાએ આ માહિતી આપી છે. આર.કે.એસ. ભદોરિયા વર્તમાન એરચીફ માર્શલ બી.એસ. ધનોઆનું(B.S. Dhanoa) સ્થાન લેશે. બી.એસ. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. 

એરમાર્શલ આરકેએસ સિંહ ભદોરિયાએ 2 મે, 2019ના રોજ ભારતીય વાયુસેનાના ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમનો જન્મ આગરા જિલ્લાના કોરથ ગામમાં થયો હતો. પુણે ખાતેની નેશનલ ડિફેન્સ એકેડમીના વિદ્યાર્થી ભદોરિયા 15 જુન, 1980ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. તેઓ અત્યાર સુધી લગભગ 4,250 કલાકની ઉડાન ભરી ચૂક્યા છે. તેઓ ફાઈટર અને માલવાહક જ નહીં પરંતુ 26 પ્રકારના યુદ્ધ વિમાન ઉડાવાનો અનુભવ ધરાવે છે. 

એર.કે.એસ. ભદોરિયાને પરમ વિશિષ્ટ સેવા પદક, અતિ વિશિષ્ટ સેવા પદક અને વાયુસેના પદક સહિતનાં અનેક મેડલ મળી ચૂક્યાં છે. તેઓ માર્ચ, 2017થી ઓગસ્ટ, 2018 સુધી સાઉધર્ન એર કમાન્ડમાં એર ઓફિસર કમાન્ડ-ઈન-ચીફના પદ પર કાર્યરત હતા. ઓગસ્ટ, 2018થી તેઓ ટ્રેનિંગ કમાન્ડમાં એર ઓફિસ કમાન્ડિંગ-ઈન-ચીફ પદ પર તૈનાત કરાયા હતા. 1 મે, 2019 સુધી આ પદ પર રહ્યા પછી 2, મે 2019ના રોજ તેમણે વાઈસ ચીફ ઓપ એર સ્ટાફનો પદભાર ગ્રહણ કર્યો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news