AIIMS ચીફનું મોટું નિવેદન, સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે બાળકોનું Covid Vaccination

કોવિડની ત્રીજી લહેરથી બાળકોના વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે.

AIIMS ચીફનું મોટું નિવેદન, સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે બાળકોનું Covid Vaccination

નવી દિલ્હી: કોવિડની ત્રીજી લહેરથી બાળકોના વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. એમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યું કે ભારતમાં બાળકોનું રસીકરણ સપ્ટેમ્બર 2021થી શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આશા છે કે સપ્ટેમ્બરની શરૂઆતથી બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે. જો કે ભારતમાં હજુ સુધી બાળકો માટે કોઈ પણ કોવિડ-19 રસીને મંજૂરી અપાઈ નથી. 

2થી 6 વર્ષના બાળકો માટે કોવેક્સીનની ટ્રાયલ
દેશની રાજધાનીમાં આવેલી AIIMS આગામી અઠવાડિયેથી 2-6 વર્ષના બાળકો માટે ભારત બાયોટેકની COVAXIN ની બીજા બીજા ડોઝની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્યારે આ અગાઉ 6થી 12 વર્ષના બાળકોને આ કોવિડ-19 રસીના બીજા ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે વયસ્કો માટે 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થયું તેમા કોવેક્સીનના ડોઝ અપાઈ રહ્યા છે. 

— ANI (@ANI) July 24, 2021

ઝાયડસ કેડિલાને DCGI ની મંજૂરીનો ઈન્તેજાર
Zydus Cadila એ પોતાની કોવિડ રસી  ZyCoV-D ના ઈમરજન્સી ઉપયોગ માટે DCGI ને અરજી આપેલી છે. મંજૂરી મળતા જ તેનો ઉપયોગ વયસ્કોની સાથે સાથે 12થી 18 વર્ષના ટીનેજર્સ માટે પણ કરવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે તેણે ભારતમાં અત્યાર સુધીમાં 50થી વધુ કેન્દ્રોમાં પોતાની કોવિડ રસીની સૌથી મોટી ક્લિનિકલ ટ્રાયલ કરેલી છે. 

બુસ્ટર શોટ્સ પર એમ્સ પ્રમુખનું નિવેદન
આ બાજુ બુસ્ટર શોટ્સ અંગે ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે એવું લાગે છે કે આપણને કદાચ રસીના બુસ્ટર ડોઝની જરૂર છે. કારણ કે સમય પસાર થવાની સાથે ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. આથી આપણે એક બુસ્ટર ડોઝ લેવો જોઈએ જે સામે આવી રહેલા નવા નવા વેરિએન્ટ્સથી બચાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news