ભારત બંધ પહેલાં સરકારને મળ્યું 20 ખેડૂત સંગઠનનો સાથ, કૃષિ બિલ પર આપ્યું સમર્થન
નવા કૃષિ કાયદા (New Agriculture Bill) ને લઇને સરકાર અને ખેડૂતોના મતભેદ વધતા જાય છે. ગત લગભગ 12 દિવસથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર બેસેલા છે. કેન્દ્ર સરકારની સાથે ઘણી વાર્તાઓના દૌર બાદ પણ ખેડૂતોના તેવર સખત છે. તે આજે પણ પોતાની માંગો પર અડગ છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Agriculture Bill) ને લઇને સરકાર અને ખેડૂતોના મતભેદ વધતા જાય છે. ગત લગભગ 12 દિવસથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર બેસેલા છે. કેન્દ્ર સરકારની સાથે ઘણી વાર્તાઓના દૌર બાદ પણ ખેડૂતોના તેવર સખત છે. તે આજે પણ પોતાની માંગો પર અડગ છે. એવામાં સોમવારે પંજાબના 20 ખેડૂત સંગઠનના નેતાઓએ કેન્દ્રને પોતાનું સમર્થન આપ્તાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)સાથે મુલાકાત કરી.
આ દરમિયાન તોમરે કહ્યું કે ખેડૂત પોતાના પાકને રોકી શકતો નથી. એટલા માટે તેને પાકના વ્યાજબી ભાવ મળતા નથી. મંડીઓમાં શું સ્થિતિ છે, તેનાથી તમામ વાકેફ છે. આ પરિસ્થિતિને બદલવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા કૃષિ બિલ સંસદમાં રજૂ કર્યા હતા, જે પછી કાયદો બની ગયો. કેન્દ્ર સરકારનો પ્રયત્ન છે કે ખેતીના ક્ષેત્રમાં ખાનગી રોકાણ ખેડૂતો સુધી પહોંચે.
Delhi: A delegation of 20 farmers mainly from Haryana met Union Agriculture Minister Narendra Singh Tomar today to lend support to the farm laws. pic.twitter.com/SiFAoqhDUF
— ANI (@ANI) December 7, 2020
ખાનગી રોકાણના દરવાજા કૃષિ કાયદાથી ખુલી શકે છે. આ રોકાણથી ખેતીમાં ફાયદો થશે. તો બીજી તરફ ખાનગી રોકાણના લીધે ગામમાં પણ રોજગારની તકો વધશે. તેના લીધે બે કરોડની લોન પર 3 ટકા વ્યાજની સબસિડી પણ મળે છે. પરંતુ ખેડૂત નેતા તેને સમજી રહ્યા નથી. તે આંદોલન પર અડગ છે. તેમણે આગળ કહ્યું કે આ આંદોલન તો ચાલશે, અમે તેને પહોંચી વળીશું.
તમને જણાવી દઇએ કે નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત 11 દિવસોથી દિલ્હી બોર્ડર પર ચાલે રહેલા આંદોલનને તેજ કરતાં ખેડૂતોને દેશવ્યાપી ભારત બંધ (Bharat Bandh)નું આહવાન કર્યું છે. ભલે તે ખેડૂત નેતા આ બંધને શાંતિપૂર્ણ ગણાવી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરતાં સતર્ક રહેવા માટે કહ્યું છે. સાથે જ કોઇપણ અપ્રિય ઘટના માટે સુરક્ષા માટે વ્યવસ્થા કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે