આગરાના 13 લોકોમાં જોવા મળ્યા Coronavirusના લક્ષણ, પુણે લેબમાં મોકલ્યા સેમ્પલ, યુપીમાં એલર્ટ જાહેર

નોઇડાના એક પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીના પિતામાં કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ જિલ્લા હોસ્પિટલના અધિકારી અનુરાગ ભાર્ગવે ગૌતમબુદ્ધ નગરમાં એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીના પિતા દિલ્હીમાં રહે છે અને તાજેતરમાં જ ઇટલીથી ભારત આવ્યા છે. હવે આગરામાં પણ કોરોના વાયરસના 13 સંદિગ્ધ મળ્યા છે. 

આગરાના 13 લોકોમાં જોવા મળ્યા Coronavirusના લક્ષણ, પુણે લેબમાં મોકલ્યા સેમ્પલ, યુપીમાં એલર્ટ જાહેર

શોભિત ચર્તુવેદી/ આગરા: નોઇડાના એક પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીના પિતામાં કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ જિલ્લા હોસ્પિટલના અધિકારી અનુરાગ ભાર્ગવે ગૌતમબુદ્ધ નગરમાં એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીના પિતા દિલ્હીમાં રહે છે અને તાજેતરમાં જ ઇટલીથી ભારત આવ્યા છે. હવે આગરામાં પણ કોરોના વાયરસના 13 સંદિગ્ધ મળ્યા છે. 

તેમાં 6 લોકો કોરોના વાયરસના હાઇલે સસ્પેક્ટ છે. આ બધા તે લોકો છે, જે ઇટલીથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. હાલ આ બધા 13 લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમના સેમ્પલને પુણેના નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ વિરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.  

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આગરામાં 13 લોકો એવા મળ્યા છે જેમાં કોરોના વાયરસ (COVID-19) ના લક્ષણ મળ્યા છે. સાથે જ આ 13ના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ પણ શરૂ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય વિભાગના ઉપરી અધિકારી આ આગરાના 13 કોરોના વાયરસ સંદિગ્ધોના સંપર્કમાં આવ્યા વ્યક્તિઓની શોધ ઈન્ટિગ્રેટેડ રોગ સર્વેલન્સ કાર્યક્રમ નેટવર્ક (IDSP)ના માધ્યમથી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસને લઇને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદેશથી આવેલા આવનાર તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. 

— ANI (@ANI) March 3, 2020

જોકે ઇટલીથી આવેલા જે વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટિ થઇ. તેણે આગરામાં એક પાર્ટી રાખી હતી. પાર્ટીમાં નોઇડાના એક પ્રાઇવેટ સ્કૂલના 2 બાળકો સહિત 5 લોકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આગરાના ઘણા લોકો પણ સામેલ હતા. આ વ્યક્તિનો પુત્ર નોઇડાની એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 

— ANI (@ANI) March 3, 2020

ગૌતમબુદ્ધનગર સીએમઓએ કેસ ધ્યાને આવતાં સ્કૂલને નોટીસ મોકલીને આ અંગે જાણકારી આપી હતી. સ્કૂલમાં આગામી દિવસ માટે રજા આપવામાં આવી છે. મેડિકલ ટીમ સ્કૂલને સેનિટાઇઝ કરી રહી છે. ગૌતમબુદ્ધનગર સીએમઓ અનુરાગ ભાર્ગવ પોતાની ટીમ સાથે પોતાને સ્કૂલની તપાસ કરવા માટે પહોંચ્યા. 

— ANI UP (@ANINewsUP) March 3, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news