115 સુધી જે ઓરડાઓને ભંગાર સમજતા હતા, તેમાંથી નીકળ્યો હોંશ ઉડી જાય તેવો ખજાનો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભંગાર સમજીને જે સ્કૂલના રૂમને 115 વર્ષથી ખોલવામાં ન આવ્યા, તે રૂમમાં ઇતિહાસનો એવો ખજાનો રાખવામાં આવ્યો હતો, જેણે ભારતની પરંપરાને પોતાની અંદર સાચવીને રાખી હતી. 115 વર્ષ બાદ ધૌલપુર (Dholpur) ના મહારાણા સ્કૂલના 2-3 રૂમ જ્યારે ખોલવામાં આવ્યા તો, એ રૂમમાંથી પુસ્તકોથી ભરેલો ખજાનો (Treasure) નીકળ્યો હતો.
કહેવાય છે કે, હીરા કોલસાની ખાણમાંથી નીકળે છે. કમળ કાદવમાં ખીલે છે. સોનું ધરતીની નીચેથી નીકળએ છે. આ રીતે જ સ્કૂલના રૂમને ભંગાર સમજીને 115 વર્ષથી ખોલવામાં આવતા ન હતા. જે રૂમની ગણતરી સ્કૂલના કોઈ બાબતમાં થતી ન હતી, પરંતુ હવે તે રૂમના કપાટ ખૂલ્યા, તો ઈતિહાસની એવી કહાનીઓ નીકળી, જેણે સૌને ચોંકાવી દીધા હતા.
ધૌલપુરના મહારાણા સ્કૂલના બંધ રૂમ જ્યારે ખોલવામાં આવ્યા, તો તેમાંથી પુસ્તકોનો અઢળક ખજાનો નીકળ્યો હતો. 115 વર્ષથી મહારાણા સ્કૂલના બે થી ત્રણ રૂમમાં એક લાખથી વધુ પુસ્તકો બંધ હાલતમાં પડી હતી. આ તમામ પુસ્તકો 1905થી પહેલાના વર્ષની છે. કહેવાય છે કે, મહારાજા ઉદયભાન દુર્લભ પુસ્તકોના શોખીન હતા. બ્રિટિશ કાળમાં મહારાજા ઉદયભાન સિંહ લંડન અને યુરોપની મુસાફરીએ જતા, તો ત્યાંથી પુસ્તકો લઈને આવતા હતા.
આ પુસ્તકોમાં અનેક એવા પુસ્તકો પણ છે, જેમાં શાહીને બદલે સોનાના પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1905માં આ પુસ્તકોનો ભાવ 25થઈ 65 રૂપિયાની વચ્ચે હતો. જ્યારે તે સમયે સોનું 27 રૂપિયા તોલા હતુ. પરંતુ તે સમયે માર્કેટમાં પુસ્તકોની કિંમત લાખો રૂપિયાની હોવાનું કહેવાય છે. તમામ પુસ્તકો ભારત, લંડન અને યુરોપમાં પ્રિન્ટ થયેલી છે. જેમાં 3 ફીટ લાંબા પુસ્તકોમાં આખી દુનિયા અને દેશના રજવાડાના નક્શા છપાયેલા છે.
પુસ્તકો પર ગોલ્ડન પ્રિન્ટિંગ કરાયેલું છે. આ ઉપરાંત ભારતના રાષ્ટ્રીય એથલિટ્સ 1975 ભારત સરકાર દ્વારા પ્રિન્ટિેડ, વેસ્ટર્ન તિબ્બત એન્ડ બ્રિટિશ બોર્ડર લેન્ડ, સેકન્ડ કન્ટ્રી ઓફ હિન્દુ એન્ડ બુદ્ધિશ 1906, અરબી, ફારસી, ઉર્દુ અને હિન્દીમાં લખાયેલ પાડું લિપીઓ, ઓક્સફર્ડ એટલસ, એનસાઈક્લોપીડિયા, બ્રિટનિકા, 1925માં લંડનમાં છપાયેલ મહાત્મા ગાંધીની આત્મકથાની નકલો.... બધુ જ આ રૂમમાં મળી આવ્યું છે. ઈતિહાસકારો આ પુસ્તકોને જ્ઞાનનો ખજાનો ગણાવે છે.
115 વર્ષથી સ્કૂલમાં અનેક સ્ટાફ બદલાયો, પરંતુ કોઈએ આ બંધ પડેલા રૂમોને ખોલ્યા નહિ. આખરે જ્યારે ભંગારવાળા પાસેથી તેને સાફ કરાવવા રૂમ ખોલવામાં આવ્યો, તો સૌ કોઈ તેને જોઈને દંગ રહી ગયા હતા. કેમ કે, ત્રણ રૂમમાં માત્ર ને માત્ર પુસ્તકો જ ભરેલા હતા. એવા એવા પુસ્તકો કે જેમાં અદભૂત ઈતિહાસ જડાયેલો છે.
આ મામલે પ્રિન્સીપાલ રમાકાંત શર્માએ કહ્યું કે, આ લાઈબ્રેરી જિલ્લા માટે બહુ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેના માટે અમે અલગ રેક નબાવીને કેટલાક દુર્લભ પુસ્તકોને વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે. ઈતિહાસકારોનું કહેવું છે કે, આ પુસ્તકોને સાચવી રાખવાની જરૂર છે. ભવિષ્યમાં આ પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓને અનેક પ્રકારની માહિતી મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે