Coronavirus Infection: જો તમારા શરીરમાં આ 5 લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરો, IMAએ આપી ચેતવણી
Corona Case In India: કોરોનાના વધતા કેસની ગંભીરતાને જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કોરોના રોકવા માટે કેટલીક જરૂરી સલાહ આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Coronavirus Update: ચીનમાં વધતા કોરોના કેસે દુનિયાની ચિંતા વધારી દીધી છે. કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ને ખુબ ખતરનાક ગણાવવામાં આવી રહ્યો છે. ચીન સિવાય આ કેસ સંયુક્ત રાજ્ય અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને બ્રાઝિલમાં પણ જોવા મળ્યાં છે. ભારતમાં પણ આ વેરિએન્ટ પહોંચી ગયો છે. દેશભરમાં નવા વેરિએન્ટ BF.7 ના ચાર જેટલા કેસ સામે આવ્યા છે. વધતા કોરોના કેસને કારણે ડોક્ટરોની ચિંતા વધી ગઈ છે. આ મામલાની ગંભીરતા જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ( Indian Medical Association-IMA) એ ગુરૂવારે એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કોરોને કોવિડના જૂના નિયમોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.
જાણો શું છે એડવાઇઝરી?
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પોતાની એડવાઇઝરીમાં કહ્યું કે જાહેર સ્થળે લોકો માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે, બહારથી આવ્યા બાદ સાબુ કે સેનેટાઇઝરથી હાથ સાફ કરે અને બીજા કોવિડ પ્રોટોકોલનું પાલન કરે. આમ કરવાથી કોરોના વાયરસનો ફેલાવો રોકી શકાય છે. આઈએમએએ લોકોને રેલીઓ, લગ્ન સમારોહ અને બીજા કોઈ સામાજિક કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી છે. દુનિયાભરમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા આઈએમએએ લોકોને એલર્ટ કર્યાં છે અને આ ગાઇડલાઇનને ફોલો કરવાની અપીલ કરી છે.
આ લક્ષણ જોવા મળે તો થઈ જજો સાવધાન
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ કહ્યું કે જો કોઈ વ્યક્તિને તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, ઝાડા અને લૂઝ મોશન હોય તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અત્યારે ભારતમાં ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ નિવારણ અને સારવારથી વાયરસને વધતો અટકાવી શકાય છે. તબીબોએ લોકોને બદલાતી મોસમમાં સાવધાન રહેવાની સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંથી 2 ટકાનું રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે