બુલંદશહેરમાં ત્રિપલ તલાક પીડિતા પર એસિડ એટેક, પરિસ્થિતી ગંભીર

દિયર પાસે હલાલા કરાવવાની મનાઇ કરનાર મહિલા પર એસિડ એટેક, પરિસ્થિતી ગંભીર, પોલીસ ઘટના સ્થળ પર હાજર

બુલંદશહેરમાં ત્રિપલ તલાક પીડિતા પર એસિડ એટેક, પરિસ્થિતી ગંભીર

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ટ્રિપલ તલાક પીડિતા પર તેજાબથી હૂમલો કરવામાં આવ્યો. આરોપ છે કે પીડિતાના દિયરે તેના પર આ હૂમલા કર્યા છે. ઘટના બુલંદ શહેરના અગૌતા પોલીસ સ્ટેશનનાં જૌલીગઢ વિસ્તારની છે. મહિલાની હાલત હજી પણ ગંભીર છે અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પીડિત મહિલા દિલ્હીની રહેવાસી છે અને તે હલાલાની વિરુદ્ધ લડાઇ લડી રહી છે. મહિલાનો આરોપ છે કે તેના પર દિયર સાથે હલાલા કરવા માટેનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 

હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. પોલીસે જણાવ્યું કે, પીડિતાનો પોતાનાં સાસરિયા અને પતિ સાથે ત્રિપલ તલાક મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. પીડિતા પોતાનાં પતિ પર ત્રિપલ તલાક બાદ દિયર પાસેથી હલાલા કરવાનું દબાણ બનાવવા માટોનો આરોપ પણ લગાવી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news