ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્રનો મોટો અકસ્માત, ટ્રેક્ટર સાથે અથડાઈ ફોર્ચ્યુનર

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્રનો મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત જાલૌનમાં થયો, જ્યાં પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે.

ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્રનો મોટો અકસ્માત, ટ્રેક્ટર સાથે અથડાઈ ફોર્ચ્યુનર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્રનો મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત જાલૌનમાં થયો, જ્યાં પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. અકસ્માત સમયે ફોર્ચ્યુનર કારમાં ડેપ્યુટી સીએમ કેશવ મોર્યના પુત્ર યોગેશ મોર્ય પણ હાજર હતા.

અકસ્માતમાં યોગેશ મોર્યનો આબાદ બચાવ
આ દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્ર યોગેશ કુમાર મોર્યનો આબાદ બચાવ થયો છે. ડેપ્યુટી સીએમના પુત્રની જાણકારી મળતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ અકસ્માત કાલપી કોતવાલી ક્ષેત્રના આલમપુર બાયપાસ નજીક થયો હતો.

ડેપ્યુટી સીએમ બન્યા કેશવ પ્રસાદ મોર્ય
તમને જણાવી દઈએ કે, શુક્રવારના રોજ કેશવ પ્રસાદ મોર્યએ બીજી વખત ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. કેશવ પ્રસાદ મોર્ય સિરાથુ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર હતા પરંતુ તે સપાના પલ્લવી પટેલ સામે હારી ગયા હતા. જો કે, પાર્ટીએ તેમના પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરતા ડેપ્યુટી સીએમની કમાન સોંપી છે.

અન્ય સમાચાર અહીં વાચો:- 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news