Delhi Mayor Election: ભાજપે ઉમેદવારનું નામ પાછું ખેંચ્યુ, AAP ના શૈલી ઓબેરોય બન્યા મેયર
Delhi Mayor Election 2023: ગત વખતે રાજધાની દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં જે પ્રકારે બબાલ થઈ હતી તે પ્રકારની બબાલ આજે સદનમાં જોવા મળી નહીં. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી શાંતિપ્રિય રીતે પૂરી થઈ. દિલ્હીમાં આજે મેયર ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિખા રાયે પોતાનું નામ પાછું ખેંચી લીધુ.
Trending Photos
Delhi Mayor Election 2023: ગત વખતે રાજધાની દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં જે પ્રકારે બબાલ થઈ હતી તે પ્રકારની બબાલ આજે સદનમાં જોવા મળી નહીં. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી શાંતિપ્રિય રીતે પૂરી થઈ. દિલ્હીમાં આજે મેયર ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિખા રાયે પોતાનું નામ પાછું ખેંચી લીધુ. આ સાથે જ આમ આદમી પાર્ટીના નેતા શૈલી ઓબરોય નિર્વિરોધ રીતે દિલ્હીના મેયર બની ગયા. બુધવારે મેયર ચૂંટણીની પ્રક્રિયા શરૂ થયાના ગણતરીની મિનિટો બાદ ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર બંનેની ઉમેદવારી પાછી ખેંચી લીધી.
ભાજપે ઉમેદવારનું નામ પાછું ખેંચ્યા બાદ પીઠાસીન અધિકારી મુકેશ ગોયલે ડો. શૈલી ઓબેરોયને મેયર તરીકે જાહેર કર્યા. MCD સદનમાં ભાજપના મેયર પદના ઉમેદવાર શિખા રાયે પોતે જાહેરાત કરી કે તેઓ પોાતનું નામ પાછું ખેંચી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ ડો. શૈલી ઓબરોયને શુભેચ્છા પાઠવે છે અને આગ્રહ કરે છે કે મેયર સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થવા દે. તેમાં કાનૂની અડચણો ન નાખે. હકીકતમાં સ્ટેન્ડિંગ કમિટીનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
Aam Aadmi Party's Shelly Oberoi unanimously elected mayor of Delhi MCD after BJP candidate Shikha Rai withdraws her nomination.
BJP candidate for Deputy Mayor elections also withdraws her candidature pic.twitter.com/yx9la6zTbB
— ANI (@ANI) April 26, 2023
પહેલા વર્ષમાં મેયર પદ મહિલાઓને જ્યારે ત્રીજા વર્ષમાં અનામત શ્રેણી માટે હોય છે. અન્ય ત્રણ વર્ષ બીજા, ચોથા અને પાંચમા) માં આ પદ બિનઅનામત શ્રેણી માટે હોય છે. અધિકૃત સૂત્રોએ એપ્રિલમાં જણાવ્યું હતું કે નવા મેયરની ચૂંટણી સુધી ઓબેરોય પદ પર રહેશે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી 4 ડિસેમ્બરે થઈ હતી અને 7 ડિસેમ્બરે પરિણામ આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીને 250માંથી સૌથી વધુ 134 બેઠકો પર જીત મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે