Delhi Politics: AAP MLA ની બેઠકમાં 8 ધારાસભ્યો ન પહોંચ્યા, સામે આવ્યું મોટું કારણ

Delhi Politics: રાજધાની દિલ્હીમાં હાલ જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નવી આબકારી નીતિથી શરૂ થયેલી રાજનીતિ હવે વધુ તેજ થઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આપના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે તેમની પાર્ટીના 40 ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને 20 કરોડની ઓફર અપાઈ છે. 

Delhi Politics: AAP MLA ની બેઠકમાં 8 ધારાસભ્યો ન પહોંચ્યા, સામે આવ્યું મોટું કારણ

Delhi Politics: રાજધાની દિલ્હીમાં હાલ જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નવી આબકારી નીતિથી શરૂ થયેલી રાજનીતિ હવે વધુ તેજ થઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આપના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે તેમની પાર્ટીના 40 ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને 20 કરોડની ઓફર અપાઈ છે. બીજી બાજુ સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના અનેક  ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઈ શક્યો નથી. 

કેટલાક ધારાસભ્યો નથી પહોંચ્યા બેઠકમાં, જાણો કારણ
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની આજે મહત્વની બેઠક થઈ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આ બેઠક યોજાઈ છે. બેઠકમાં 52 ધારાસભ્યો પહોંચ્યા છે. પાર્ટીના 8 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા નથી. જેમાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા હિમાચલ ગયા છે. સત્યેન્દ્ર જૈન જેલમાં છે. સ્પીકર રામ નિવાસ ગોયલ ફોરેન વિઝિટ પર છે. વિનય કુમાર અને શિવચરણ ગોયલ રાજસ્થાનમાં છે. ગુલાબ સિંહ અને મુકેશ અહલાવત ગુજરાતમાં છે. જ્યારે દિનેશ મોહનિયા દિલ્હીથી બહાર ગયા છે. 

— ANI (@ANI) August 25, 2022 

40 ધારાસભ્યોને તોડવાની કોશિશ
ધારાસભ્યોની બેઠક પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે વિધાયકો સાથે સંપર્ક થઈ રહ્યો છે. તમામને બેઠકનો મેસેજ આપવામાં આવ્યો છે. જે ધારાસભ્યો સાથે સંપર્ક નથી થઈ શક્યો તેમનો પણ સંપર્ક કરવામાં આવશે. તેમણે ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે તમામ ધારાસભ્ય બેઠકમાં હાજર રહેશે. ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ 40 ધારાસભ્યોને તોડવાની તૈયારી કરી રહ્યો છે. 

બીજી બાજુ આપના ધારાસભ્ય આતિશી માર્લેનાએ કહ્યું કે ભાજપ અનેક દિવસથી કોશિશ કરી રહી છે કે દિલ્હી સરકારને પાડવામાં આવે. પહેલા પણ આપને તોડવાની અને સરકાર પાડવાની કોશિશ થઈ છે. અનેક ધારાસભ્યોએ કહ્યું કે તેમને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી. તેમણે કહ્યું કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપના તમામ ધારાસભ્યો પાર્ટી સાથે છે અને પાર્ટી સાથે રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news