Jammu Kashmir: કાશ્મીરના ગણિતના શિક્ષકે બનાવી ઘાટીની પહેલી સોલર કાર, જુઓ PHOTOS

શ્રીનગરના સનત નગરના રહીશ બિલાલ અહેમદે 11 વર્ષની આકરી મહેનત અને રિસર્ચ બાદ પોતાનો અલગ મુકામ મેળવ્યો છે. 

Jammu Kashmir: કાશ્મીરના ગણિતના શિક્ષકે બનાવી ઘાટીની પહેલી સોલર કાર, જુઓ PHOTOS

બિલાલ અહેમદ દ્વારા સોલર કારનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. ગણિતના શિક્ષક એવા જમ્મુ તથા કાશ્મીરના પાટનગર શ્રીનગરના બિલાલ અહેમદે એક સસ્તી ઈલેક્ટ્રિક કાર બનાવી છે જે સોલર ઉર્જાથી ચાલે છે. શ્રીનગરના સનતનગરના રહીશ અહેમદે 11 વર્ષની આકરી મહેનત અને રિસર્ચ બાદ પોતાનું આ સપનું પૂરું કર્યું. અહમદનું આ ઈનોવેશન હાલ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 

પૂર્વ મુખ્યમંત્રીએ પણ કરી પ્રશંસા
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ અહમદની ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરીને કહ્યું કે એવું લાગે છે કે કાર એક દિવસ ઉડી પણ શકે છે. કારના બોડી પર સોલર પેનલ અને અંદર એક ચાર્જિંગ પોઈન્ટ છે. 

— Omar Abdullah (@OmarAbdullah) June 20, 2022

ક્યાંથી મળી પ્રેરણા
અહદમની ઈચ્છા એક શાનદાર કાર બનાવવાની હતી પરંતુ લોકો માટે સસ્તી કારની શોધે તેમને 50ના દાયકાથી બનેલી કારોનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા. તેઓ અમેરિકામાં ડેટ્રોઈટના એક એન્જિનિયર અને નવપ્રવર્તનકના કામથી પ્રેરિત હતા જે ઓટોમોબાઈલ કંપની ડીએમસીના માલિક હતા. અહમદે વિભિન્ન વીડિયો જોયા અને તેમાં નવી સુવિધાઓ જોડ્યા બાદ કારમાં સંશોધન કરવાનું કામ શરૂ કર્યું. 

ક્યાંથી શરૂ થયું બિલાલનું સપનું
શરૂઆતમાં વિકલાંગો માટે બિલાલે એક કાર બનાવવાની યોજના ઘડી. પરંતુ પૈસાની અછતના કારણે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. બિલાલ અહેમદે 2009માં સોલર રન લક્ઝરી કાર  બનાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને આ વર્ષ પ્રોજેક્ટ પૂરો કર્યો. 

ગાડીની ખાસિયતો
આ કારમાં અન્ય લક્ઝરી કારો જેવી ખાસિયતો છે. કાર સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિસિટી પર ચાલે છે જે મોનોક્રિસ્ટલાઈન સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થાય છે. બિલાલ અહમદે તેમા વિશિષ્ટ પ્રકારની સોલર પેનલોનો ઉપયોગ કર્યો છે કારણ કે તે ઓછામાં ઓછી સોલર ઉર્જામાં પણ વધુમાં વધુ વીજળી પેદા કરે છે. કાર સંપૂર્ણ રીતે સ્વચાલિત છે અને તેમાં જગ્યાની કમીને પૂરી કરવા માટે દરવાજા છે. બિલાલનું માનવું છે કે જો કોઈએ તેની મદદ  કરી હોત તો તેઓ ક્યારનાય કાશ્મીરના એલોન મસ્ક બની જાત. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news