એક એવું ઘર જે બે રાજ્યોમાં વહેચાયેલું છે, રૂમ અલગ રાજ્યમાં અને ફળિયું બીજા રાજ્યમાં!

ઘરના ઘરનું સપનું દરેક લોકોનું હોય છે. લોકો ઘર બનાવતી વખતે નાનામાં નાની બાબતનું ચીવટા પૂર્વક ધ્યાન રાખતા હોય છે. પરંતુ કેટલા લોકો એવા ઘર બનાવે છે જે અન્યોથી બીલકુલ અલગ હોય છે. આવું જ એક ઘર છે જેની હકીકત જાણીને તમે પણ દંગ રહી જશો. આપણો દેશ અનેક બાબતોમાં બીજા કરતા અલગ તરી આવે છે. અહીં તમને ઘણા રાજ્યોના લોકો જોવા મળશે, જેમને જોઈને તમને સંપૂર્ણ રીતે નવું ભારત જોવા મળશે.

એક એવું ઘર જે બે રાજ્યોમાં વહેચાયેલું છે, રૂમ અલગ રાજ્યમાં અને ફળિયું બીજા રાજ્યમાં!

નવી દિલ્લીઃ ઘરના ઘરનું સપનું દરેક લોકોનું હોય છે. લોકો ઘર બનાવતી વખતે નાનામાં નાની બાબતનું ચીવટા પૂર્વક ધ્યાન રાખતા હોય છે. પરંતુ કેટલા લોકો એવા ઘર બનાવે છે જે અન્યોથી બીલકુલ અલગ હોય છે. આવું જ એક ઘર છે જેની હકીકત જાણીને તમે પણ દંગ રહી જશો. આપણો દેશ અનેક બાબતોમાં બીજા કરતા અલગ તરી આવે છે. અહીં તમને ઘણા રાજ્યોના લોકો જોવા મળશે, જેમને જોઈને તમને સંપૂર્ણ રીતે નવું ભારત જોવા મળશે. પરંતુ રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર પર એક એવું ઘર બનાવવામાં આવ્યું છે જેના રૂમ રાજસ્થાનમાં છે તો મકાનનું ફળિયું હરિયાણામાં છે. નવાઈની વાત એ છે કે આ સંયુક્ત પરિવારમાં રહેતા કાકા હરિયાણાના વતની છે અને તેમનો ભત્રીજો રાજસ્થાનનો છે.

બે રાજ્યોમાં ખુલે છે ઘરના દરવાજા-
રાજસ્થાન-હરિયાણાની બોર્ડર પર એક મકાનમાં પરિવાર રહે છે. જેના ઘરની ઓરડીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં છે. તો આંગણું હરિયાણાના રેવાડી જિલ્લાના ધરુહેરામાં છે. બંને રાજ્યોની સરહદ ઘરની વચ્ચેથી પસાર થાય છે. ઘરનો એક દરવાજો રાજસ્થાનમાં અને બીજો હરિયાણામાં ખુલે છે.

એક જ ઘરમાં રહે છે બે રાજ્યોના લોકો-
રાજસ્થાનના રહેવાસી હવા સિંહ ભીવાડી મ્યુનિસિપલ કાઉન્સિલમાં કાઉન્સિલર છે અને તેમના કાકા કૃષ્ણ હરિયાણાની ધરુહેરા નગરપાલિકામાં કાઉન્સિલર રહી ચૂક્યા છે. હવા સિંહએ જણાવ્યું કે તેણે ઘણા સમય પહેલા અહીં એક પ્લોટ ખરીદ્યો હતો. જે અડધો હરિયાણા બોર્ડર અને અડધો રાજસ્થાનમાં હતો. પછી તેણે અહીં ઘર બનાવ્યું. હવે સંયુક્ત કુટુંબ સાથે રહે છે. તેઓ ઘણા વર્ષોથી અહીં રહે છે તેથી તેમના માટે તે સામાન્ય છે. પરંતુ જે કોઈ પણ તેના ઘર વિશે પહેલીવાર સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે.

એક ઘરમાં જ લાગે છે રોમિંગ-
દાયમા પરિવારના કેટલાક સભ્યોના આધાર કાર્ડ અને અસલ દસ્તાવેજો રાજસ્થાનના છે. તો કેટલાક સભ્યો હરિયાણાના છે. પરિવારના 6 સભ્યો રાજસ્થાનના મતદારો છે અને 6 સભ્યો હરિયાણાના મતદાર છે. આ ઘરમાં ક્યારેક રાજસ્થાનનું મોબાઈલ નેટવર્ક આવે છે તો ક્યારેક હરિયાણાનું. અગાઉ આ ઘરમાં રોમિંગનો પણ ઉપયોગ થતો હતો.

રાજસ્થાન અને હરિયાણા સરકાર થઈ જાય છે કન્ફ્યુસ-
લગભગ પાંચ વર્ષ પહેલા એક દીપડો આ ઘરમાં ઘુસ્યો હતો. ત્યારે હરિયાણા વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડો રાજસ્થાનની સરહદમાં હતો. આ પછી સરિસ્કાથી વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને બચાવી લેવામાં આવ્યો હતો. આવી જ રીતે એક વખત ઘરમાંથી ભેંસ ચોરાઈ હતી, ત્યારબાદ પરિવારના સભ્યોએ બંને રાજ્યોની પોલીસના ચક્કર લગાવવા પડ્યા હતા.

એક જ ઘરમાં કોરોનાના અલગ અલગ નિયમો-
હવા સિંહ દાયમાએ જણાવ્યું કે તેમનો સંયુક્ત પરિવાર 1960થી અહીં રહે છે. જેથી તેમને આ સ્થિતિ સામાન્ય લાગે છે. ઘરમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન એક ભાગમાં રાજસ્થાન અને એક ભાગ હરિયાણાના નિયમો લાગુ પડતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news