કોના શ્રાપના કારણે બળીને ખાક થઈ ગઈ રાવણની લંકા? જાણો રસપ્રદ કહાની

રાવણ એક શક્તિશાળી યોદ્ધાની સાથો-સાથ એક મહાન તપસ્વી પણ હતો. તેણે અનેકવાર કઠોરથી કઠોર તપસ્યાઓ કરીને ભગવાન પાસે જુદાં-જુદાં વર માંગ્યા હતાં. જોકે, પોતાની ભૂલના કારણે જ લંકાપતિ રાવણની સોનાની લંકા બળીને ખાક થઈ ગઈ. 

કોના શ્રાપના કારણે બળીને ખાક થઈ ગઈ રાવણની લંકા? જાણો રસપ્રદ કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમામ લોકો જાણે છે કે હનુમાનજીએ રાવણની સોનાની લંકાને આગ લગાવી હતી અને તેને નષ્ટ કરી દીધી હતી. પણ ખુબ ઓછા લોકો જાણે છે કે, આ પાછળ પણ એક રોચક વાર્તા છે, જે મહોદેવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી છે. માતા પાર્વતીના શ્રાપને કારણે રાવણની સોનાની લંકા બળીને ખાખ થઈ હતી. તો આવો જાણીએ કયા કારણોસર માતા પાર્વતીએ રાવણને આપ્યો હતો શ્રાપ.

 

રામાયણ કાળમાં રાવણની સોનાની લંકા ખુબ જ સુંદર હતી. કહેવામાં આવે છે કે રાવણે આ લંકા કુબેર પાસેથી છીનવી હતી. પરંતુ, એ જે મહેલ હતો ન તો એ રાવણનો હતો ન તો એ કુબેરનો હતો. આ સોનાની લંકા ભગવાન શિવની અને માતા પાર્વતીએ બનાવળાવી હતી. મહાદેવ પોતાનું જીવન બહુ સાધારણ જીવતા હતા. એમને કોઈ પણ મહેલની જરૂરત ન હતી પણ માતા પાર્વતીને ઈચ્છા હતી કે અન્ય દેવોની જેમ તેમનો પણ કોઈ ધામ હોઈ. તો આવો જાણીએ સોનાની લંકા વિશે આ રોચક વાર્તા.

માતા લક્ષ્મી કૈલાશ પર્વતે ઠુંઠવાયા
એકવાર માતા પાર્વતીએ ભગવાન વિષ્ણું અને માતા લક્ષ્મીને કૈલાશ પર્વત પર આમંત્રણ આપ્યું હતું. પણ તે સમયે લક્ષ્મી માતા કૈલાશ પર્વત પર ઠંડી સહન ન કરી શક્યા હતા અને ઠુંઠવાયા હતા. ત્યારે માતા લક્ષ્મીએ માતા પાર્વતીને સવાલ કર્યો હતો કે તમે આટલી ઠંડી વચ્ચે કેવી રીતે રહો છે. તમારે તો એક રાજકુમારીની જેમ જીવન જીવવું જોઈએ. આ વાત સાંભળી માતા પાર્વતીને દુખ થયું હતું.

શા માટે માતા પાર્વતીને થઈ આલિશાન ધામ બનાવવાની ઈચ્છા
થોડા દિવસો બાદ માતા લક્ષ્મીએ શિવ ભગવાન અને માતા પાર્વતીને વૈકુંઠ આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું. આ આમત્રણનો સ્વીકાર કરી ભગવાન મહાદેવ અને માતા પાર્વતી વૈકુંઠ પહોચ્યા હતા. વૈકુંઠ ધામ જોઈને માતા પાર્વતીને પણ એક આલિશાન ધામ બનાવળાવાની ઈચ્છા થઈ હતી. ત્યારબાદ, જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પરત કૈલાશ ફર્યા હતા ત્યારે માતા પાર્વતીએ તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વિશ્વકર્માએ બનાવ્યો સોનાનો મહેલ
પહેલા તો ભગવાને શિવે પાર્વતી માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પાર્વતી માતા પોતાની જીદ પર અડ્યા રહ્યા હતા. તે સમયે ભગવાન શિવે વિશ્વકર્માને એક ભવ્ય મહેલનું નિર્માણ કરવા માટે કહ્યું હતું. જ્યારે, આ મહેલ તૈયાર થયું હતું. ત્યારે, દેવી-દેવતાઓ પોતાના લોકમાંથી આ ભવ્ય મહેલને જોવા આવ્યા હતા.

રાવણને પિતાએ કરી સોનાના મહેલની પૂજા
પોતાના નવા ઘરથી માતા પાર્વતી પ્રસન્ન થયા હતા અને એમણે તમામ દેવી-દેવતાઓ તેમજ ઋષિ મુનિયોને પોતાના સોનાના મહેલમાં આવવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. જ્યારે, સોનાના મહેલની વાસ્તુપ્રતિષ્ઠાની પૂજા માટે રાવળના પિતા ઋષિ વિશ્વાને બોલાવ્યા હતા, જે અત્યંત વિદ્વાન હતા. આ સોનાનું મહેલ જોઈને ઋષિ વિશ્વાનું મન બગડ્યું હતું.

શ્રાપના કારણે સોનાની લંકા બળીને થઈ ભસ્મ
પૂજા સંપૂર્ણ થયા બાદ જ્યારે ભગવાન શિવે ઋષિ વિશ્વાને તેમની દક્ષિળા વિશે પુછતા ઋષિ વિશ્વાએ દક્ષિણામાં સોનાનું મહેલ માંગી લીધુ હતું. ભગવાન શિવ ઋષિ વિશ્વાને ખાલી હાથ જવા નહોતા દેવા માંગતા એટલે તેમણે ઋષિ વિશ્વાને સોનાનો મહેલ દાન સ્વરૂપે ભેંટમાં આપી દીધો હતો. આ વાતથી માતા પાર્વતી દુખી થયા હતા અને ઋષિ વિશ્વાને શ્રાપ આપ્યો હતો કે જે સોનાની લંકા તમે દાનમાં માંગી છે. તે એક દિવસ બળીને ભસ્મ થઈ જશે. આવી રીતે માતા પાર્વતીને શ્રાપના કારણે સોનાની લંકા બળીને ખાખ થઈ હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news