ચોમાસુ સત્રઃ સરકારે આપ્યો જવાબ, શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં થયા 97 લોકોના મૃત્યુ
મે મહિનામાં 80 શ્રમિક મજૂરોના મોતનો રિપોર્ટ સામે આવ્યો હતો. રેલવે પ્રોટેક્શન પોલીસના હવાલાથી જણાવવામાં આવ્યું કે, 9 મેથી 27 મે વચ્ચે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની અંદર 80 લોકોના જીવ ગયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ લૉકડાઉન દરમિયાન કેટલા પ્રવાસી મજૂરોના મૃત્યુ થયા? સોમવારથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં વિપક્ષે આ સવાલને લઈને સરકારને ઘેરી હતી. આ બબાલ ત્યારે વધી ગઈ જ્યારે કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપ્યો કે, તેના સંબંધમાં કોઈ ડેટા ઉપલબ્ધ નથી. ત્યારબાદ શુક્રવારે એકવાર ફરીથી સરકારને સવાલ કરવામાં આવ્યો કે, લૉકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં કેટલા લોકોનો જીવ ગયો. સરકારે રાજ્યસભામાં આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, 9 સપ્ટેમ્બર સુધી 97 લોકોના મોત થયા છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયન તરફથી રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રેલમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યુ, '9 સપ્ટેમ્બર સુધી કુલ 97 લોકોના જીવ ગયા છે. આ 97 મોતોમાંથી 87 ડેડ બોડીને રાજ્ય પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી. સંબંધિત રાજ્ય પોલીસ પાસેથી અત્યાર સુધી 51 પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાસિલ થયા છે. તેમાં મોતનું કારણ કાર્ડિએક અરેસ્ટ, હ્યદયની બીમારી, બ્રેન હેમરેજ, ફેફસા અને લીવરની બીમારી જણાવવામાં આવી છે.'
આ પહેલા મે મહિનામાં 80 શ્રમિક મજૂરોના મોતનો રિપોર્ટ સામે આવ્યો હતો. રેલવે પ્રોટેક્શન પોલીસના હવાલાથી જણાવ્યું હતું કે 9 મેથી 27 મેચ વચ્ચે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની અંદર 80 લોકોના જીવ ગયા હતા.
INS વિરાટે શરૂ કરી પોતાની અંતિમ યાત્રા, આશરે 30 વર્ષ સુધી રહ્યું ભારતીય નૌસેનાની શાન
મહત્વનું છે કે કોરોના વાયરસ સંકટ બાદ દેશમાં લૉકડાઉન થયું હતું તો પ્રવાસી મજૂરો પર તેની ખુબ અસર થઈ હતી. લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂર રોડ પર હતા, આ દરમિયાન ઘણા લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ મામલાને લઈને સોમવારે સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો કે લૉકડાઉન દરમિયાન હજારો મજૂરોના મોત થયા છે, શું સરકારની પાસે કોઈ સત્તાવાર આંકડો નથી.
તેના પર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે, તેની પાસે કોઈ આંકડો નથી. સરકાર તરફથી તે પણ જવાબ આપવામાં આવ્યો કે, લૉકડાઉનમાં આશરે 80 કરોડ લોકોને વધારાનું રાશન દેવામાં આવ્યું, આ પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે