7th Pay Commission: થઈ ગયું કન્ફર્મ! DAમાં થશે 4% નો વધારો, જલદી જાહેરાત કરશે સરકાર
7th Pay Commission: કેન્દ્ર સરકાર સાતમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) માં વધારો કરી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થાને 38 ટકાથી વધારી 42 ટકા કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સાતમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA)અને મોંઘવારી રાહત (Dearness Relief - DR)વધારી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થાને 38 ટકાથી વધારી 42 ટકા કરી શકે છે. તેને સરકાર 1 જાન્યુઆરી 2023થી લાગૂ કરશે. મોંઘવારી ભથ્થાની સાથે મોંઘવારી રાહત પણ વધશે. મોંઘવારી ભથ્થુ સરકાર કર્મચારીઓને વધતી મોંઘવારીથી બચાવવા માટે આપે છે.
પગારમાં થશે વધારો
વર્તમાનમાં કર્મચારીઓનું ડીએ 38 ટકા છે. જો તેમાં 4 ટકાનો વધારો થાય છે તો કુલ ડીએ 42 ટકા થઈ જશે. માની લો કે તમારી બેસિક સેલેરી લેવલ 1 પે સ્કેલ હેઠળ 18000 રૂપિયા મહિને છે તો તમારૂ ડીએ વધીને 7560 રૂપિયા થઈ જશે. એટલે કે ડીએમાં કુલ 720 રૂપિયાનો વધારો થશે. 38 ટકા ડીએ હિસાબથી કર્મચારીઓને હાલ 6840 રૂપિયા ડીએ મળી રહ્યું છે.
આ છે ગણતરીની રીત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેઃ મોંઘવારી ભથ્થા ટકાવારી (છેલ્લા 12 મહિના માટે AICPI ની એવરેજ (બેઝ યર 2001=100)-115.76)/115.76)*100
અહીં AICPI નો મતલબ અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક છે. પબ્લિક સેક્ટરના કર્મચારીઓ માટે આ છે ફોર્મ્યુલાઃ
મોંઘવારી ભથ્થા ટકાવારી= (છેલ્લા ત્રણ મહિના માટે એઆઈસીપીઆઈનો એવરેજ (બેઝ યર 2016=100)- 126.33)/126.33)*100
સરકાર ડીએ અને ડીઆરમાં રિવીઝન કેમ કરે છે?
સરકાર સામાન્ય રીતે દર છ મહિનામાં ડીએ અને ડીઆરના દરમાં રિવીઝન કરે છે. આ મોંઘવારીને કારણે એટલે કે મોંઘવારીથી રાહત મેળવવા માટે આપવામાં આવે છે.
ડીએમાં છેલ્લે ક્યારે વધારો થયો હતો?
ડીએમાં પાછલુ રિવીઝન 28 સપ્ટેમ્બર 2022ના કરવામાં આવ્યું હતું, જે 1 જુલાઈ 2022થી લાગૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રએ અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના 12 મહિનાની એવરેજમાં ટકાવારીના આધાર પર ડીએને ચાર ટકાથી વધારી 38 ટકા કર્યું હતું.
શું ડીએ/ડીઆર પર ટેક્સ લાગે છે?
કર્મચારીઓને આપવામાં આવતા ડીએ વેતનની સાથે સંપૂર્ણ રીતે ટેક્સ યોગ્ય છે. ઇનકમ ટેક્સ એક્ટ કહે છે કે ફાઇલ કરેલા રિટર્નમાં ડીએ અને સેલેરી માટે ટેક્સ લાઇબિલિટી જણાવવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે