સરકારનો મોટો નિર્ણય, જમ્મૂ-કાશ્મીરથી હટાવવામાં આવી અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓ


 ગૃહ મંત્રાલયે જમ્મૂ અને કાશ્મીરમાથી સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લેતા અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. કાશ્મીરમાથી 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંભ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા હતા. 

 સરકારનો મોટો નિર્ણય, જમ્મૂ-કાશ્મીરથી હટાવવામાં આવી અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મૂ અને કાશ્મીરમાથી ( jammu and kashmir) સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લેતા અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. કાશ્મીરમાથી 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંભ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા હતા. 

જમ્મૂ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સંભવિત વિરોધ-પ્રદર્શનને જોડા ઘાટીમાં કેન્દ્ર સરકારે અનેક પ્રતિબંધ લગાવી દીધા હતા. જ્યાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય તરફથી આ આદેશ 23 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યો હતો. 

કાશ્મીરમાં હવે સ્થિતિ ઝડપતી સામાન્ય થઈ રહી છે. સીઆરપીએફની 24 અને બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ અને સીએપીએફની 12-12 ટુકડીઓને પરત બોલાવી લેવામાં આવશે. કેન્દ્ર સરકારનો આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગૂ થશે. 

letter_122419102342.jpg

104 દિવસ બાદ ટ્રેન સેવા શરૂ 
આ પહેલા 18 નવેમ્બરે શ્રીનગર અને બનિહાલ વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. આર્ટિકલ 370 અને 35એ હટાવ્યા બાદ એટલે કે 5 ઓગસ્ટથી આ ટ્રેન સેવાનો રોકી દેવામાં આવી હતી. તેના 104 દિવસ બાદ ફરીથી ટ્રેન સેવાને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
104 દિવસ બાદ ટ્રેન સેવા શરૂ 

કાશ્મીરમાં ત્રણ મહિના સુધી રેલ સેવા બંધ રહી હતી. જમ્મૂ-કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા બાદ સંભવિત ખતરાને જોતા રેલ સેવા બંધ કરી દેવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news