J&Kમાં સુરક્ષા દળની કાર્યવાહી, 24 કલાકમાં જૈશના કમાન્ડર સહિત 6 આતંકી ઠાર

જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળને આતંકીઓ સામે ગુરૂવારે મોટી સફળતા હાથ લાગી છે. ગુરૂવારે પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી માર્યા ગયા છે.

J&Kમાં સુરક્ષા દળની કાર્યવાહી, 24 કલાકમાં જૈશના કમાન્ડર સહિત 6 આતંકી ઠાર

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળને આતંકીઓ સામે ગુરૂવારે મોટી સફળતા હાથ લાગી છે. ગુરૂવારે પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી માર્યા ગયા છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાંન્ડર ખાલિદનું પણ મોત થયું છે. ત્યારે સુરક્ષા દળનો બે જવાન પણ શહીદ થયા છે. સાથે જ એક સામાન્ય નાગરીકનું પણ મોત થયું છે. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પુલવામા જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ માર્યા ગયા અને એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું છે. ત્યારે શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ ત્રણ આતંકીઓ માર્યા ગાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળને વિશ્વસનીય સૂચનાના આધારે સવારે પુલવામા જિલ્લામાં ડેલીપુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો ત્યારબાદ તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે, જ્યારે સુરક્ષા દળ એક મકાન અને તેની આસપાસથી સામાન્ય નાગરીકને બહાર કરી રહ્યાં હતા ત્યારે જ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે દરમિયાન સેનાનો એક જવાન સંદીપ શહીદ થયો અને એક સામાન્ય નગારીક રઇસ ડારનું પણ મોત થયું છે.

તેમણે જણાવ્યું કે, ત્યારબાદ સુરક્ષા દળએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. માર્યા ગેયલા આતંકીઓના મૃતદેહની સાથે હથિયાર અને દારૂગોળો પણ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓની ઓળખ કરીમાબાદ, પુલવામાનો રહેવાસી નસીર પંડિત, શોપિયાંનો રહેવાસી ઉમર મીર અને પાકિસ્તાનના ખાલિદના તરીકે કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ રેકોર્ડ અનુસાર માર્યા ગયેલા આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદથી સંબંધિત હતા. તે સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલા તેમજ સામાન્ય નાગરિકો પર અત્યાચાર કરવા સહિત આતંકવાદી ગુનાઓમાં સામેલ હતા. તેમણે કહ્યું કે, નસીર પંડિતનું આતંકવાદી સંગઠનમાં સામેલ થયા પહેલા આતંકવાદી ગતિવિધિઓનો જુનો રેકોર્ડ હતો અને જૈશમાં સામેલ થયા બાદ વિસ્તારમાં આતંકવાદી હુમલા કરવા અને તેનું કાવતરૂ ઘડવાના સંબંધમાં તેની સામે ઘણા આતંકવાદી ગુનાહિત મામલા નોંધાયેલા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news