ફી માટે સ્કૂલે 40 ડિગ્રી તાપમાનમાં પુરી દીધી નર્સરીની બાળકીઓને !

દિલ્હીના હૌઝખાસ વિસ્તારમાં આવેલી સ્કૂલે કર્યું આ ક્રુર વર્તન

ફી માટે સ્કૂલે 40 ડિગ્રી તાપમાનમાં પુરી દીધી નર્સરીની બાળકીઓને !

નવી દિલ્હી : દિલ્હીના હૌઝખાસ વિસ્તારમાં આવેલી સ્કૂલ એના કામોને લીધે આખા દેશમાં બદનામ થઈ રહી છે. અહીં આવેલી રાબિયા સ્કલમાં ફી ન ભરવાને કારણે 59 જેટલી નર્સરીની બાળકીઓને 40 ડિગ્રી તાપમાનમાં સ્કૂલના બેઝમેન્ટમાં બંધ કરવામાં આવી હતી. તેમને પાંચ કલાક સુધી ભોજન કે પછી બાથરૂમની સુવિધા પણ નહોતી આપવામાં આવી. આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

પોલીસ ફરિયાદ પ્રમાણે આ બાળકોને તેમના માતા-પિતા સવારે સાત વાગ્યે સ્કૂલે મુકી ગયા હતા. તેઓને બપોરે છુટવાના સમય એટલે કે 12.30 વાગ્યા સુધી સ્કૂલના બેઝમેન્ટમાં પુરી દેવામાં આ્વ્યા હતા. માતા-પિતા જ્યારે બાળકોને લેવા પહોંચ્યા ત્યારે તેમને આ વાતની માહિતી આપવામાં આવી. આ બેઝમેન્ટના દરવાજાને બહારથી બંધ કરવામાં આવ્યો હતો. આ દરવાજાને જ્યારે ખોલવામાં આવ્યો ત્યારે બાળકો માતા-પિતાને જોઈને જોરજોરથી રોવા લાગ્યા. 

બાળકોના પરિવારજનોની ફરિયાદ મળ્યા પછી પોલીસે સ્કૂલના પ્રશાસન વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 અંતર્ગત મામલો નોંધી લીધો છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે છોકરીઓને બેઝમેન્ટમાં નીચે ફ્લોર ઉપર બેસાડવામાં આવી હતી ત્યાં પંખો પણ નહોતો. દરેક છોકરીઓ ગરમી અને ભૂખથી પરેશાન હતી. અમુક વાલીઓએ તો એવી પણ ફરિયાદ કરી છે કે, છોકરીઓને પાંચ કલાક સુધી વોશરૂમ પણ નહોતી જવા દેવામાં આવી. વાલીઓએ જ્યારે હેડ ફરાહ ખાનને ફરિયાદ કરી ત્યારે તેમણે છોકરીઓનું એડ્મિશન રદ કરી દેવાની પણ ધમકી આપી હતી. 

— Manish Sisodia (@msisodia) July 11, 2018

રાબિયા સ્કૂલની ઘટનાને દિલ્હી સરકારે ભારે ગંભીરતાથી લીધી છે. આ મામલે ચર્ચા કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિક્ષા વિભાગના સચિવને તમામ માહિતી સાથે બપોરે 12.30 વાગ્યે બોલાવ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગના અ્ધિકારીઓે તપાસ શરૂ કરી દીધી છે પણ સ્કૂલનું પ્રશાસન આ મામલે ચુપકીદી સેવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news