પુણેમાં ચાલતું હતું મેટ્રોનું ખોદકામ, એન્જીનિયરોને જમીન નીચે દેખાયો અદ્ભુત નજારો
મેટ્રોનું ખોદકામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક બ્રિટીશ સમયનું બાંધકામ મળી આવતા એન્જીનીયર્સ પણ થયા આશ્ચર્યચકિત
Trending Photos
નવી દિલ્હી : પુણેના ખારગેટમાં અંડર ગ્રાઉન્ડ મેટ્રો માટે ટ્રાન્સપોર્ટ હબ બનાવાઇ રહ્યું છે. મળી આવેલા સુરંગ બ્રિટિશકાલીન હોવાની માહિતી સામે આવી છે. આ સુરંગની લંબાઇ આશરે 57 મીટર અને ઉંચાઇ 7 ફુટ છે.
માનવામાં આવી રહ્યું છે કે આ સુરંગ આશરે 200 વર્ષ જુની છે. આ ખાણનો ખુલાસો તે સમયે થયો છે જ્યારે પુણેમાં મેટ્રો રેલ માટે પાયાના સ્ટ્રક્ચર બનાવવા દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું.
મેટ્રોનું શિવાજીનગરથી સ્વાર ગેટ સુધીની મુસાફરી અંડરગ્રાઉન્ડ રહેશે. સ્વારગેટમાં મેટ્રો સ્ટેશન સહિત ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની યોજના છે.
મેટ્રોના કર્મચારીએ ખોદકામ દરમિયાન સામે આવ્યું કે આ સુરંગ બિલ્કુલ સલામત છે. ખાસ વાત છે કે બંન્ને સુરંગ એકબીજાને સમાંતર છે. તેનો એક હિસ્સો પાર્વતીની તરફ તો બીજો સ્વાર ગેટ સ્ટેન્ડની તરફ જઇ રહ્યો છે.
આ સુરંગની રચના અને બનાવટને જોતા તે વાતનો ક્યાસ લગાવી શકાય છે કે આ બ્રિટીશ શાસનમાં બનાવાયેલી હતી. પુણેના જાણકાર મંદાર લવાટેનું કહેવું છે કે આ સુરંગ અમારી પાણી પહોંચાડવા માટે બનાવાયેલી વ્યવસ્થાનો હિસ્સો છે.
તેમણે જણાવ્યું કે, તે સમયે શહેરમાં કાત્રજ તળાવથી પાણી લાવવામાં આવ્યું હતું. શક્ય છે કે આ પાણીના વિતરણ માટે આ ખાણોનો ઉપયોગ થયો હોય. તેમણે કહ્યું કે, મેટ્રોનાં નિર્માણના બહાને જ દેશની વિરાસતનો એક હિસ્સો વિશ્વની સામે આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે