Black fungus: દેશના 18 રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના 5424 કેસ, ગુજરાતમાં સૌથી વધુ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ કે, મ્યુકોરમાઇકોસિસના 5424 કેસમાંથી 4556 દર્દી પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા, જ્યારે 875 દર્દી એવા છે જેને કોરોનાની બીમારી થઈ નથી. 

Black fungus: દેશના 18 રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના 5424 કેસ, ગુજરાતમાં સૌથી વધુ

નવી દિલ્હીઃ દેશના 18 રાજ્યોમાં મ્યુકોરમાઇકોસિસ કે બ્લેક ફંગસના અત્યાર સુધી 5424 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સોમવારે આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના નવ લાખ ડોઝ કેન્દ્ર સરકારે બ્લેક ફંગસની સારવાર માટે આયાત કર્યા છે. તેમાંથી 50 હજાર ડોઝ પ્રાપ્ત થી ચુક્યા છે અને ત્રણ લાખ વધારાના ડોઝ આગામી સાત દિવસમાં ઉપલબ્ધ થઈ જશે. 

કોવિડ-19 પર બનેલા મંત્રીઓના સમૂહની 27મી બેઠકમાં હર્ષવર્ધને કહ્યુ કે, ગુજરાતમાં બ્લેક ફંગસના 2165 કેસ સામે આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 1188, યૂપીમાં 633, મધ્ય પ્રદેશમાં 590, હરિયાણામાં 339 અને આંધ્રમાં 248 કેસની પુષ્ટિ થઈ છે. હર્ષવર્ધને જણાવ્યુ કે, મ્યુકોરમાઇકોસિસના 5424 કેસમાં 4556 દર્દી પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા જ્યારે 875 એવા દર્દી છે જેને કોરોના થયો હતો. 55 ટકા દર્દીઓ ડાયાબિટીસથી ગ્રસ્ત છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, 19 રાજ્ય પહેલા જ મ્યુકોરમાઇકોસિસને મહામારી અધિનિયમ હેઠળ સૂચિત રોગ જાહેર કરી ચુક્યા છે. તે હેઠળ આવા કેસની જાણકારી સરકારી અધિકારીઓને આપવાની હોય છે. આનુવંશિકતા ક્રમ વિશે હર્ષવર્ધને કહ્યુ કે, 25,739 કેસના જીનોમનો આનુવંશિકતા ક્રમ કરવામાં આવ્યો, જેમાંથી 5261માં વાયરસના બી.1.617 પ્રકારની જાણકારી મળી છે.

દેશમાં સતત આઠમાં દિવસે ત્રણ લાખથી ઓછા કેસ
દેશમાં કોરોના વિશે માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,000 કેસ સામે આવ્યા છે. 40 દિવસ બાદ આ સૌથી ઓછા કેસ છે. જિલ્લા સ્તર પર પણ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 3 મે સુધી રિકવરી રેટ 81.7 ટકા હતો જે હવે વધીને 88.7 ટકા થઈ ગયો છે. છેલ્લા 22 દિવસથી દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 3 મેએ દેશમાં 17.13% સક્રિય કેસ હતા જે હવે ઘટીને 10.17% રહી ગયા ઝછે. છેલ્લા 2 સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યામાં આશરે 10 લાખનો ઘટાડો થયો છે. 

હર્ષવર્ધને જણાવ્યુ કે, અત્યાર સુધી દેશવાસીઓને રસીના 19.6 કરોડ ડોઝ મળી ચુક્યા છે. રાજ્યોની પાસે 60 લાખ ડોઝ હાજર છે અને 21 લાખ ડોઝ ઉપલબ્ધ થવાની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પહેલા જ રેમડેસિવિરના 70 લાખ ડોઝ અને 45735 વેન્ટિલેટર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને સોંપી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news