લદાખમાં હિંસક ઝડપ દરમિયાન ચીનના 3-4 સૈનિકો માર્યા ગયા-સૂત્ર

લદાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં બંને બાજુ નુકસાન થયું હોવાના અહેવાલો છે. ભારતીય સેનાના એક કમાન્ડર ઓફિસર અને 2 જવાન શહીદ થયા. જ્યારે ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારે દાવો કર્યો છે કે ચીનના 4 જવાન માર્યા ગયા છે. 

લદાખમાં હિંસક ઝડપ દરમિયાન ચીનના 3-4 સૈનિકો માર્યા ગયા-સૂત્ર

નવી દિલ્હી: લદાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં બંને બાજુ નુકસાન થયું હોવાના અહેવાલો છે. ભારતીય સેનાના એક કમાન્ડર ઓફિસર અને 2 જવાન શહીદ થયા. આ બાજુ સરકારના ઉચ્ચ સૂત્રોના જણાવ્યાં મુજબ ઝડપ દરમિયાન ચીનના 3-4 સૈનિકો માર્યા ગયા છે. 

ભારતીય સેનાએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે નુકસાન બંને પક્ષને થયું છે. આ અગાઉ ભારતીય સેનાએ જણાવ્યું હતું કે બોર્ડર પર એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી જેમાં એક અધિકારી અને બે જવાન શહીદ થયા. 

बीती रात लद्दाख में हिंसक झड़प के दौरान चीन के 3-4 सैनिक मारे गए: सूत्र

ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન
આ ઘટના બાદ ચીનના વિદેશ મંત્રાલયનું અધિકૃત નિવેદન પણ સામે આવ્યું છે. ચીને ઉલટુ ભારત પર ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ ચીનનો આરોપ છે કે ભારતીય સૈનિકોએ બોર્ડર ક્રોસ કરીને ચીની સૈનિકો પર હુમલો કર્યો. ચીની વિદેશ મંત્રાલય તરફથી કહેવાયુ છે કે ભારત એવી સ્થિતિમાં એકતરફી કાર્યવાહી ન કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news