જમ્મુ કાશ્મીર : ત્રાલના આતંકીઓનો ખેલ કરાયો ખતમ, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

આતંકીઓ પાસેથી એકે-47, એકે-56, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ મેળવવામાં આવ્યા છે. આ મામલે સુરક્ષા દળને સારી એવી સફળતા મળી છે

જમ્મુ કાશ્મીર : ત્રાલના આતંકીઓનો ખેલ કરાયો ખતમ, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

ત્રાલ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ત્રાલના સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને મારીને મોટી સફળતા મેળવી છે. આ આતંકીઓની ઓળખ નથી થઈ. માનવામાં આવે છે કે તેઓ સ્થાનિક આતંકીઓ હતા. આતંકીઓ પાસેથી એકે-47, એકે-56, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ મેળવવામાં આવ્યા છે. આ મામલે સુરક્ષા દળને સારી એવી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું છે કે આતંકીઓના ત્રણ મૃતદેહો મળ્યા છે પણ તેમની ઓળખ મળી નથી.

જમ્મુ અને કાશ્મીરમાં ISI હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે. ISI પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ તમામ આતંકવાદી ગ્રુપો સાથે મળીને નવું ગ્રુપ બનાવ્યું છે. જેનું નેતૃત્વ જૈશ- એ - મોહમ્મદ કરી રહ્યું છે. આ ગ્રુપને ગજનવી ફોર્સ નામ આપવામાં આવ્યું છે. 

મંગળવારે સાંજે જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકવાદીઓના હોવાની માહિતી મળી હતી. આ સાથે જ તેમણે સર્ચ ઓપરેશન ચાલું કર્યું હતું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી વળીને કાઉન્ટર અટેક્ટ કરી આતંકીઓને ઠાર કર્યાં હતા. હાલમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની પરિસ્થિતિ થોડી વણસી છે. જમ્મૂ-કાશ્મીરમાં 5 માર્ચથી થનારી પંચાયત ચૂંટણી 3 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે મંગળવારે કહ્યું કે સુરક્ષાના કારણોથી ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે, નવા શેડ્યૂલની જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news