જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શંકાસ્પદ આતંકીઓએ સામાન્ય લોકો પર કરી ગોળીબારી, 3ના મોત, 7 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રવિવારે ગોળીબારીની ઘટનામાં ત્રણ સ્થાનીક લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકોને ઈજા પહોંચી છે. ઉપરી ડાંગરી ગામમાં આશરે 50 મીટર દૂર 3 ઘરો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારીની ઘટનામાં 3 સ્થાનીક લોકોના મોત થયા છે અને 7 લોકોને ઈજા પહોંચી છે. ઉપરી ડાંગરી ગામમાં આશરે 50 મીટરના અંતરે સ્થિત 3 ઘરો પર આ ફાયરિંગ થયું છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
રાજૌરી સ્થિત હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ટ ડો. મહમૂદે આ ઘટના વિશે વિસ્તારથી જાણકારી આપી છે. તેમણે કહ્યું- રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને સાતને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોની સારવાર અહીં હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના લોકો અહીં પહોંચ્યા છે.
3 people killed & 7 others injured in firing incident in Dangri area of Rajouri. Injured are being treated. Police & Dist administration have reached the spot. Multiple bullet injuries found on the body of injured: Dr Mehmood, Medical Superintendent, Associated Hospital, Rajouri https://t.co/obY9JP0NE6 pic.twitter.com/oG4VsXIWKH
— ANI (@ANI) January 1, 2023
રાજૌરી જિલ્લામાં આ પહેલા 16 ડિસેમ્બરે સૈન્ય શિબિરની બહાર ગોળીબારી થઈ હતી, જેમાં બે સામાન્ય નાગરિકના મોત અને એકને ઈજા પહોંચી હતી. સેનાએ આ ઘટના માટે અજાણ્યા આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ અધિકારીઓએ પહેલા કહ્યું હતું કે સેનાના એક સંતરીએ કથિત રૂપથી ગોળીબારી કરી જેમાં લોકોને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ સ્થાનીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ હત્યાઓના વિરોધમાં શિબિર પર પથ્થરમારો કર્યો હતો.
શ્રીનગરમાં ગ્રેનેડ હુમલામાં સામાન્ય નાગરિકને ઈજા
તો શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સીઆરપીફના એક બંકર પર ગ્રેનેડ ફેંક્યું, જે રસ્તા કિનારે ફાટી ગયું હતું. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. અધિકારીઓ પ્રમાણે આ ઘટના શ્રીનગરના હલવલ વિસ્તારમાં બની હતી. આતંકીઓએ સાંજે લગભગ 7.45 કલાકે મિર્ઝા કામિલ ચોકની પાસે સીઆરપીએફના એક બંકર તરફ ગ્રેનેડ હુમલો કર્યો, જે રસ્તા કિનારે ફાટી ગયું હતું. અધિકારીઓએ કહ્યું કે હબક નિવાસી સમીર અહમદ મલ્લાને વિસ્ફોટમાં સામાન્ય ઈજા થઈ છે. તેમણે કહ્યું કે, ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે