લેહમાં હવે 3 idiotsની ‘રેન્ચોવાળી’ દિવાલ જોયા વગર પરત ફરવું પડશે, આ છે કારણ
Trending Photos
આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સ બાદ લેહનો દ્રુક પદ્મા કારપો સ્કૂલ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મ બાદ સ્કૂલને જોવા આવનારી ટુરિસ્ટ્સની સંખ્યા વધી ગઈ હતી. પરંતુ હવે રેન્ચોવાળી આ સ્કૂલને પાડી દેવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ અહીં આવનારા ટુરિસ્ટ્સ પર પણ પ્રતિબંધ કરી દેવાયો છે.
ફિલ્મમાં સ્કૂલની એક દિવલ પર ચતુર નામનું પાત્ર પેશાબ કરતો દેખાય છે, અને સ્કૂલના બાળકો એક સ્વદેશી આવિષ્કારની મદદથી તેને વીજળીનો ઝાટકો આપે છે. સ્કૂલે બાદમાં આ દિવાલ પર રેન્ચોવોલ બનાવી હતી, જેના પર 3 ઈડિયટ્સના ત્રણ પાત્રોનું ચિત્ર પણ કરવામાં આવ્યું છે. આ જ બાબત મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. લોકો અહીં આવીને તસવીરો ક્લિક કરાવતા હતા, અને સેલ્ફી લેવડાવતા હતા.
સ્કૂલના પ્રિન્સીપાલ સ્ટેનજિન કુનજેંગે જણાવ્યું કે, આ ફિલ્મથી સ્કૂલને બહુ જ પબ્લિસિટી મળી હતી અને લદ્દાખમાં આવનારા લોકો માટે આ જગ્યા ફેમસ બની ગઈ હતી. જોકે, હવે અમને લાગે છે કે આ વિસ્તારમાં સ્કૂલ બનાવવાનો અમારો હેતુ પૂરો નહિ થાય. સ્કૂલમાં આવનારા પર્યટકોને કારણે ન માત્ર વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે, પરંતુ કેમ્પસમાં ગંદકી પણ થઈ રહી છે.
1998માં થઈ હતી સ્કૂલના સ્થાપ્ના
કુનજેંગએ કહ્યું કે, લદ્દાખના આધ્યાત્મિક નેતા 12મા ગ્યાલવાંગ ડ્રુક્પાના દર્શનથી પ્રેરિત થઈને બાળકોને આ વિસ્તારમાં સ્કૂલ આપવામાં આવી હતી. એવું શિક્ષણ જેનાથી તેઓ સંસ્કૃતિ સાથે જોડે, તેમજ તેમને સકારાત્મક જિંદગી જીવવાનો લ્હાવો મળે તે હેતુથી તેમને આ સ્કૂલ બનાવી હતી.
ડ્રુક પદ્મા કાર્પો એજ્યુકેશન સોસાયટી દ્વારા 1998માં સ્કૂલને સ્થાપિત કરવામાં આવી હતી. પૂર તથા ભૂસ્ખલનમાં સ્કૂલનો કેટલોક ભાગ નષ્ટ થઈ ગયો હતો, પરંતુ બાદમાં તેને ફરીથી ઉભો કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે