Tractor parade violence: દિલ્હી પોલીસની કાર્યવાહી જારી, ગુજરાત FSL ની ટીમ લાલ કિલ્લા પહોંચી
તપાસ માટે રવિવારે ગુજરાતથી ફોરેન્સિક FSL ટીમના સભ્યો પહોંચ્યા છે. તપાસ માટે 6 સભ્યોની ફોરેન્સિક ટીમ દિલ્હીમાં હાજર છે. ટીમમાં એક મહિલા સભ્ય પણ છે. ટીમે પહેલા ITO હિંસા વાળા સ્થળનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ટીમ લાલ કિલ્લા (Red Fort) પહોંચી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં 26 જાન્યુઆરીએ કિસાનોની ટ્રેક્ટર પરેડ (Tractor parade) દરમિયાન થયેલી હિંસા મામલે તપાસ ચાલી રહી છે. ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં આઈટીઓ (ITO) પર પ્રદર્શનકારી કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યારે આંદોલનકારીઓનો એક સમૂહ પરિસરમાં દાખલ થયો અને પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો. તેમાં 80 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
તેની તપાસ માટે રવિવારે ગુજરાતથી ફોરેન્સિક FSL ટીમના સભ્યો પહોંચ્યા છે. તપાસ માટે 6 સભ્યોની ફોરેન્સિક ટીમ દિલ્હીમાં હાજર છે. ટીમમાં એક મહિલા સભ્ય પણ છે. ટીમે પહેલા ITO હિંસા વાળા સ્થળનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ટીમ લાલ કિલ્લા (Red Fort) પહોંચી છે.
આ પહેલા શનિવારે ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમે લાલ કિલ્લા પહોંચીને નમૂના એકત્રિત કર્યા હતા. ટીમે બ્લડ સેમ્પલ, ફિંગર પ્રિન્ટ વગેરે પૂરાવા ભેગા કર્યા હતા. હવે ગુજરાત FSL ની ટીમ પહોંચી છે.
આ પણ વાંચોઃ West Bengal Eelction: મમતા દીદીને 'જય શ્રીરામ'થી નફરત, હાવડાની ચૂંટણી રેલીમાં બોલ્યા સ્મૃતિ ઇરાની
લાલ કિલ્લા પર થયો હતો હંગામો
હકીકતમાં ગણતંત્ર દિવસના દિવસે દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં કિસાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા તો તોડફોડ કરવામાં આવી હતી. સૌથી મોટી બબાલ લાલ કિલ્લા પર ફરકાવવામાં આવેલા ઝંડા અને તોડફોડને લઈને થયો હતો. લાલ કિલ્લા (Red Fort) પરિસરમાં હજારો પ્રદર્શનકારીઓએ ઘુસીને તોડફોડ કરી અને તે સ્થાન પર ઝંડો ફરકાવી દીધો જ્યાં 15 ઓગસ્ટે તિરંગાને ફરકાવવામાં આવે છે. તેમાં ઘણા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આરોપી યુવકની શોધખોળ ચાલુ
આ વચ્ચે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનાર યુવકને શોધવામાં આવી રહ્યો છે. દિલ્હી પોલીસ (Delhi Police) ની એક ટીમે શુક્રવારે જાલંધરમાં દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસ લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર જુગરાલની શોધી રહી છે. ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પ કેસરી ઝંડો નિશાન સાહિબનો ફરકાવનાર જુગરાલને શોધવા પોલીસની ટીમ દરોડા પાડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે