26/11 વરસી: સલામ છે આ ખાખી વર્દીને કે જેણે આતંકીઓને ધૂળ ચટાવી, વાંચો વણકહ્યા કિસ્સા
મુંબઇ હુમલાના 10 વર્ષ બાદ 11 પોલીસ અધિકારી તે સમયને યાદ કરે છે અને કહે છે કે તે સમયે હુમલા સાથે જોડાયેલા નાના-નાના પુરાવા એકત્ર કરવા ખૂબ જરૂરી હતા, જેથી હુમલામાં પાકિસ્તાનની સંલિપ્તાતા સામે લાવી શકાય.
Trending Photos
નવી દિલ્હી: 26 નવેમ્બર 2008. 10 વર્ષ પહેલાં ભારતના ઇતિહાસનો તે દિવસ જ્યારે મુંબઇમાં સમુદ્રના માર્ગે ઘૂસેલા પાકિસ્તાની આતંકવાદીઓએ રસ્તા પર ખૂની ખેલ ખેલ્યો હતો. આ હુમલામાં 160થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને લગભગ 600 લોકો ઘાયલ થયા હતા. મુંબઇ પોલીસે આતંકવાદીઓ વિરૂદ્ધ મોરચો સંભાળી લીધો હતો. તેમાં મુંબઇ પોલીસના ત્રણ મોટા અધિકારી શહિદ થયા હતા.
મુંબઇ પોલીસને હુમલા બાદ પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જેમકે ટુકડે-ટુકડા થઇ ગયેલી લાશોના ભાગને તેમના શરીર સાથે ભેગા કરવા, પોતાના ત્રણ મોટા અધિકારીઓના મોતની તપાસ અને હુમલાખોરોની ઓળખ માટે આ સાબિત કરવું કે હુમલાવાળી રાત્રે દક્ષિણ મુંબઇમાં ભરપૂર વિજળી હતી (જેથી પ્રત્યક્ષદર્શીઓ ઓળખી શકે). એ જ પ્રકારે કેસ સાથે જોડાયેલી લગભગ 11 વિભિન્ન એફઆઇઆરની તપાસ મુંબઇ પોલીસના 11 અધિકારીઓના હાથમાં હતી.
મુંબઇ હુમલાના 10 વર્ષ બાદ 11 પોલીસ અધિકારી તે સમયને યાદ કરે છે અને કહે છે કે તે સમયે હુમલા સાથે જોડાયેલા નાના-નાના પુરાવા એકત્ર કરવા ખૂબ જરૂરી હતા, જેથી હુમલામાં પાકિસ્તાનની સંલિપ્તાતા સામે લાવી શકાય. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચારના અનુસાર હુમલા સાથે જોડાયેલી કેસની તપાસ કરી રહેલી 11તપાસ અધિકારીઓના કાર્યની નજર રાખી રહ્યા હતા મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાંચમાં તત્કાલિન સીનિયર ઇંસ્પેક્ટર રમેશ મહાલે.
મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાંચમાં તત્કાલિન સીનિયર ઇંસ્પેક્ટર રમેશ મહાલે. (ફાઇલ ફોટો)
તેમણે મુંબઇ હુમલા પર તાજેતરમાં જ એક પુસ્તક લખ્યું છે. સાથે જ હુમલા સાથે જોડાયેલી 11 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમના અનુસાર અમે મુંબઇ હુમલાને લઇને પુરતા પુરાવા પુરા પાડવા સુનિશ્વિત કર્યું જેથી પાકિસ્તાન આ હુમલામાં પોતાની સંલિપ્તતાને કબુલ કરે. સાથે જ અમે સાત લોકોની ધરપકડ કરી. આ અમારા માટે મોટી ઉપલબ્ધિ હતી.
મુંબઇ પોલીસે તત્કાલિન આસિસ્ટંટ કમિશ્નર ઓફ પોલીસ (એસીપી) અશોક દુરાફેએ પણ હુમાલની તપાસ કરી. કારણ કે કાયદાકીય જોગવાઇઓ અનુસાર આ કેસની તપાસ કરનાર અધિકારીઓમાં એક એસીપી સ્તરના પોલીસ અધિકારી પણ સામેલ હોવા અનિવાર્ય હતા.
મુંબઇ હુમલાની તપાસ કરનાર દળમાં તત્કાલિન ક્રાઇમ બ્રાંચ અધિકારી અને થોડા સમય પહેલાં એસીપી રેંકમાંથી રિટાયર્ડ થયેલા અરૂણ ચૌહાણ પણ સામેલ હતા. તેમણે આ હુમલાની તપાસના વિભિન્ન ટેક્નિકલ પાસાઓને જોયા હતા. તેમના અનુસાર હુમલા બાદ ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી અજમલ કસાબે સ્વિકાર્યું હતું કે આતંકવાદી માછીમારોની હોડી એમવી કુબેર દ્વારા સમુદ્ર માર્ગે મુંબઇ પહોંચ્યા હતા. તેમને એ પણ સ્વિકાર્યું કે તેમણે હોડીના ચાલકની હત્યા કરી હતી અને સમુદ્રની વચ્ચે તે હોડીને છોડી મુકી હતી. કોસ્ટ ગાર્ડે થોડા જ કલાકોમાં તે હોડીને શોધી કાઢી હતી. અમે એ પણ સુનિશ્વિત કરવા માંગતા હતા કે હાલના ડીએનએ સેંપલ એકત્ર કરવામાં આવે. આ ડીએનએ સેંપલ સાથે પણ પુષ્ટિ થઇ ગઇ હતી કે તે હોડીમાં કસાબ સાથે જ અન્ય આતંકવાદી પણ સવાર હતા. આ તપાસ દળનું નેતૃત્વ ઇંસ્પેક્ટર શ્રીપદ કલેએ કર્યું હતું.'
(ફાઇલ ફોટો)
તેમણે કહ્યું કે ત્યારબાદ અમે તે હોડીમાંથી મળી આવેલા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ને તપાસ માટે અમેરિકાની એફબીઆઇ પ્રયોગશાળા મોકલ્યા હતા. તેમાં આ વાતની પુષ્ટિ થઇ હતી કે આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા હતા.
મુંબઇમાં આતંકવાદીઓ દ્વારા કૈફે લિયોપોલ્ડ પર કરવામાં આવેલી ફાયરિંગ અને હુમલાની તપાસ કરી રહેલા તત્કાલિન ક્રાઇમ બ્રાંચના ઇંસ્પેક્ટર દામોદર ચૌધરીને મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. તેમના અનુસાર 'અમને બીએસઇએસની મદદથી આ સાબિત કરવાનું હતું કે દક્ષિણ મુંબઇમાં તે હુમલા દરમિયાન ભરપૂર વિજળી હતી. આમ એટલા માટે કરવાનું હતું જેથી સાબિત કરી શકાય હુમલાના સમયે રોશની હતી અને પ્રત્યક્ષદર્શીને સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. જેથી તેમને આતંકવાદીઓની ઓળખ પરેડમાં તેમને ઓળખવામાં મદદ મળી. સાથે જ અમારે એ પણ દર્શાવવાનું હતું કે બધા પુરાવા ફૂલપ્રૂફ છે.'
(ફાઇલ ફોટો)
મુંબઇ હુમલા બાદ આવા જ એક પ્રકારનો સામનો હાલના સમયમાં મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન પર સીનિયર ઇંસ્પેક્ટર વિલાસ ગંગવાણેને પણ કરવો પડ્યો હતો. તે સમયે હુમલા દરમિયાન છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) પર થયેલા ફાયરિંગની તપાસ કરી રહ્યા હતા. તેમના અનુસાર આ હુમલાના સૌથી મોટા મહત્વપૂર્ણ સાક્ષી તો શહેરની બહાર હતા. એટલા માટે અમારે તેમની ઓળખ આખા દેશને કરાવવાની હતી.'
તો બીજી તરફ હુમલા દરમિયાન મઝગાંવમાં થયેલા ટેક્સી બ્લાસ્ટની તપાસ વિલાસ દાતિર કરી રહ્યા હતા. તે તે સમયે મુંબઇ ક્રાઇમ બ્રાંચની યૂનિટ 1માં પીએસઆઇના પદ પર હતા. તેમના અનુસાર 'અમારી સામે મોટા પડકારો હતા, કોઇ એવા મુસાફરની શોધ કરવાની હતી, જેણે હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી ટેક્સીમાં મુસાફરી હોય. તેમના અનુસાર લાભગ બે આતંકવાદી અબુ શોએબ અને અબુ ઉમર એક ટેક્સીથી કેફે લિયોપોલ્ડ સુધી આવ્યા હતા. તેમણે તે ટેક્સીમાંથી ઉતરતાં પહેલાં તેમાં બોમ્બ મુક્યો હતો. દાતિર તે સમયે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ઇંસ્પેક્ટર છે.
વર્સોવા પોલીસ સ્ટેશનના સીનિયર ઇંસ્પેક્ટર રવિંદ્વ બડગુજર મુંબઇ હુમલા વખતે ક્રાઇમ બ્રાંચમાં હતા. તે પણ મુંબઇ પોલીસના તપાસ ટુકડીમાં સામેલ હતા. તેમના અનુસાર 'જ્યારે કસાબ અને અન્ય આતંકવાદી હુમલા દરમિયાન કામા હોસ્પિટલ પહોંચ્યા હતા તો તેમની પાસે કેટલીક બેગ હતી. તેમણે પોતાની બેગો અહીં રાખી હતી. આ સાથે જ તેમની બેગોમાંથી ત્યાં વિસ્ફોટકના કેટલાક નમૂના છૂટી ગયા હતા. તેમણે જે રસ્તો નક્કી કર્યો હતો, અમને તેની થોડીક મિનિટોમાં જ તપાસ કરવાની હતી જેથી અમે તેમના સંબંધમાં મહત્વપૂર્ણ જાણકારી મળી શકે. ત્યારબાદ તેની તપાસ ફોરેંસિક એક્સપર્ટ પાસે કરાવી હતી. તેમાં આ પુષ્ટિ થઇ ગઇ હતી કે બધા આતંકવાદી વિસ્ફોટકથી સજ્જા હતા. સાથે જ તેમના દ્વારા નક્કી કરવામાં આવેલા રસ્તાની પણ ઓળખ થઇ ગઇ હતી. આ એક મહત્વપૂર્ણ કાર્ય હતું.'
તો બીજી તરફ હુમલામાં શહીદ થયેલા પોલીસના ત્રણ મોટા અધિકારીઓના મોતના કેસની તપાસ અક્રનાર તત્કાલિન ક્રાઇમ બ્રાંચના ઇંસ્પેક્ટર રઉફ શેખના અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર ચગેલો આ કેસ 'ટેંશનવાળુ કામ' હતું. તેમના અનુસાર 'હું જે કેસની તપાસ કરી રહ્યા હતા તેમાંથી એક હતું અમારા ત્રણ મોટા પોલીસ અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામ્ટે અને વિજય સાલસ્કરનું મોત. હું તે કેસમાં પુરાવાની તપાસ કરી રહ્યો હતો જેથી એ સ્પષ્ટ કરી શકાય કે તે સમયે કોઇ ભૂલ થઇ ન હતી. શેખ મુંબઇ પોલીસથી એસીપીના પદ પર રિટાયર થઇ ચૂક્યા છે અને હાલ મહારાષ્ટ્ર પોલીસ ફરિયાદ આયોગ સાથે અટેચ કરવામાં આવ્યા છે.
તેમાંથી એક કેસ હતો નરીમન પોઇંટથી ચોરી કરવામાં આવી સ્કોડા કારનો. તેની તપાસ નહેરૂ નગરમાં તૈનાત તત્કાલીન ઇંસ્પેક્ટર પ્રવીણ કુયેસર કરી રહ્યા હતા. તેમના અનુસાર 'આ મારી જીંદગીનો સૌથી મહત્વપૂર્ણ ચોરીનો કેસ હતો. આ તે બધા ગંભીર અપરાધોથી સૌથી વધુ સંવેદનશીલ હતો, જેથી તપાસ હું કરી ચૂક્યો છું.' કુયેસર હાલ કાલાચૌકી પોલીસ સ્ટેશનમાં તૈનાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે