Corona Update: દેશમાં હાંફી રહ્યો છે ઘાતક વાયરસ કોરોના!, તાજા આંકડાથી મળ્યા ખુબ સારા સંકેત

છેલ્લા 10 મહિનાથી કોરોના વાયરસના સંક્રમણનો માર ઝેલી રહેલા દેશના લોકો માટે સારા સમાચાર છે. લોકોની પરેશાનીનું કારણ બની ચૂકેલો કોરોના હવે દમ તોડવા લાગ્યો છે એવું જણાઈ રહ્યું છે. સરકારના પ્રયાસો અને લોકોની જાગરૂકતાના કારણે હવે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે.
Corona Update: દેશમાં હાંફી રહ્યો છે ઘાતક વાયરસ કોરોના!, તાજા આંકડાથી મળ્યા ખુબ સારા સંકેત

નવી દિલ્હી: છેલ્લા 10 મહિનાથી કોરોના વાયરસના સંક્રમણનો માર ઝેલી રહેલા દેશના લોકો માટે સારા સમાચાર છે. લોકોની પરેશાનીનું કારણ બની ચૂકેલો કોરોના હવે દમ તોડવા લાગ્યો છે એવું જણાઈ રહ્યું છે. સરકારના પ્રયાસો અને લોકોની જાગરૂકતાના કારણે હવે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે.

24 કલાકમાં કોરોનાના 26 હજાર 567 નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,567 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 97,03,770 પર પહોંચ્યો છે. જેમાંથી હાલ 3,83,866 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 91,78,946 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 385 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 1,40,958 પર પહોંચ્યો છે. 24 કલાકમાં 39,045 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 

With 385 new deaths, toll mounts to 1,40,958. Total active cases at 3,83,866.

Total discharged cases at 91,78,946 with 39,045 new discharges in the last 24 hours. pic.twitter.com/rLG7XMFUMI

— ANI (@ANI) December 8, 2020

કોરોનાના સક્રિય કેસ 4 લાખની નીચે પહોંચ્યા
રાહતની વાત એ છે કે નવા કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ સંખ્યા રોજની 60થી 70 હજાર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ધીરે ધીરે ઘટીને હવે 30 હજારથી નીચે આવી છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં કુલ  3,83,866 લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે 91 લાખથી વધુ લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. 

ગુજરાતમાં નવા 1380 કેસ, 14 લોકોનાં મોત નિપજ્યાં
સોમવારે રાજ્યમાં નવા 1380 કોરોના દર્દી નોંધાયા. રાજ્યમાં 1568 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,01,580 દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.56 ટકા થયો છે. ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 68,868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1059.51 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 83,10,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news