આ દલિત નેતાએ કહ્યું, 'ગરીબ સવર્ણોને 25 ટકા અનામત મળવી જોઈએ'

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આર્થિક રીતે નબળા સવર્ણોને 25 ટકા અનામત આપવાનો મત જાહેર કરતા આજે કહ્યું કે આ માટે અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 75 ટકા કરવી પડશે અને આ માટે બધા પક્ષોએ સરકારને સાથ આપવો જોઈએ. 

આ દલિત નેતાએ કહ્યું, 'ગરીબ સવર્ણોને 25 ટકા અનામત મળવી જોઈએ'

લખનઉ: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આર્થિક રીતે નબળા સવર્ણોને 25 ટકા અનામત આપવાનો મત જાહેર કરતા આજે કહ્યું કે આ માટે અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 75 ટકા કરવી પડશે અને આ માટે બધા પક્ષોએ સરકારને સાથ આપવો જોઈએ. 

આઠવલેએ અહીં પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલ પર કહ્યું કે તેમનું માનવું છે કે ગરીબ સવર્ણોને 25 ટકા અનામત મળે તે બિલ પાસ થઈ જાય તો બધાનું ભલુ થઈ જશે. સવર્ણ વિચારે છે કે દલિતોને અનામત મળે છે, પરંતુ તેમને મળતી નથી. સરકાર જો અનામતની મર્યાદાને 75 ટકા સુધી વધારે તો મને લાગે છે કે તમામને અનામતનો લાભ મળશે. તમામ પક્ષોએ આ માટે સરકારને સાથ આપવો જોઈએ. 

તેમણે એમ પણ કહ્યું કે સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન પદોન્નતિમાં અનામત ઉપર પણ વિચાર કરી શકે છે. કેન્દ્રીય મંત્રીએ એસસી/એસટી કાયદામાં સુપ્રીમ કોર્ટના આદેશને પલટવાના સરકારના ફેસલાનો ઉલ્લેખ કરતા દોહરાવ્યું કે હવે કાયદામાં કોઈ ફેરફાર કરાશે નહીં. તેઓ તમામ પક્ષોને બોલાવીને વાત કરશે અને તેમને ખાતરી અપાવશે કે આ કાયદાનો દુરઉપયોગ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સવર્ણોએ કાયદામાં પરિવર્તન કરવાની માગણીની જગ્યાએ દલિતો પ્રત્યે પોતાની સોચ બદલવી જોઈએ. 

આઠવલેએ કહ્યું કે સરકારના આ પગલાં વિરુદ્ધ ગઈ કાલે ભાજપ શાસિત રાજ્યોમાં થયેલું ભારત બંધ હકીકતમાં વિપક્ષી દળોની હરકત હતી અને સરકારને બદનામ કરવા માટે તેમણે આમ કર્યું. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)ના અધ્યક્ષ આઠવલેએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 3-4 સીટો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે આ મામલે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરશે. તેમણે દાવો કર્યો કે બસપાના અનેક મજબુત નેતાઓ તેમના સંપર્કમાં છે અને આરપીઆઈ સાથે આવવાથી ભાજપને ચૂંટણીમાં પણ વધુ લાભ મળશે. આઠવલેએ એ પણ દાવો કર્યો કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં 300 બેઠકો જીતી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news