પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 20 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ, વળતરની કરી જાહેરાત

west bengal news: પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાને કારણે 20 લોકોના નિધન થયા છે. પ્રધાનમંત્રી મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ અને વળતરની જાહેરાત કરી છે. 

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 20 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ, વળતરની કરી જાહેરાત

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આકાશીય વીજળીએ કહેર વરસાવ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં સોમવારે વીજળી પડવાથી 20 લોકોના મોત થયા છે. મુર્શિદાબાદ અને હુગલીમાં નવ-નવ તથા પૂર્વી મેદિનીપુર જિલ્લામાં બે લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં થયેલી આ દુર્ઘટના પર પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે પ્રધાનમંત્રીએ વળતરની પણ જાહેરાત કરી છે. 

પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યુ- મારી સંવેદનાઓ તે બધા લોકોની સાથે છે જેણે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં વીજળી પડવાથી સ્વજનો ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય.

— Narendra Modi (@narendramodi) June 7, 2021

મૃતકોને બે લાખ, ઈજાગ્રસ્તો માટે 50 હજારની જાહેરાત
પ્રધાનમંત્રી મોદીએ પીડિત પરિવારોને રાહત આપવા માટે વળતરની જાહેરાત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

— PMO India (@PMOIndia) June 7, 2021

ગૃહ મંત્રી અમિત શાહે વ્યક્ત કર્યુ દુખ
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યુ- પશ્ચિમ બંગાળના વિવિધ ભાગમાં વીજળી પડવાથી લોકોના મોત થવાની ઘટના દુખદાયી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્ત લોકો જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરુ છું. 

— Amit Shah (@AmitShah) June 7, 2021

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ
અધિકારીએ જણાવ્યું કે મુર્શિદાબાદ જિલ્લામાં વીજળી પડવાથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને સારવાર માટે જંગીપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકત્તા સહિત દક્ષિણ બંગાળમાં બપોર બાદ ભારે વરસાદ થયો, જેને હવામા વિભાગે મોનસૂન પૂર્વનો વરસાદ ગણાવ્યો છે. 

હવે આ લોકોને 28 દિવસ બાદ મળશે Covishield નો બીજો ડોઝ, નિયમમાં થયો ફેરફાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news