તામિલનાડુ: રોંગ સાઈડમાં આવતા ટ્રકની અડફેટે આવી જતા બસના ફૂરચા ઉડ્યા, 19ના ઘટનાસ્થળે જ મોત

તામિલનાડુમાં ગુરુવારે વહેલી સવારે એક ભીષણ રોડ અકસ્માતમાં 19 લોકોના દર્દનાક મોત થયા છે. કોઈમ્બતુરથી સેલમ આવતી એક કન્ટેઈનર ટ્રક અને બેંગ્લુરુથી તિરુવનન્તપુરમ જઈ રહેલી કેરળ રાજ્ય રોડ પરિવહન નિગમની એક મુસાફર બસની ટક્કર થઈ. 

તામિલનાડુ: રોંગ સાઈડમાં આવતા ટ્રકની અડફેટે આવી જતા બસના ફૂરચા ઉડ્યા, 19ના ઘટનાસ્થળે જ મોત

ચેન્નાઈ: તામિલનાડુમાં ગુરુવારે વહેલી સવારે એક ભીષણ રોડ અકસ્માતમાં 19 લોકોના દર્દનાક મોત થયા છે. કોઈમ્બતુરથી સેલમ આવતી એક કન્ટેઈનર ટ્રક અને બેંગ્લુરુથી તિરુવનન્તપુરમ જઈ રહેલી કેરળ રાજ્ય રોડ પરિવહન નિગમની એક મુસાફર બસની ટક્કર થઈ. 

દુર્ઘટના તામિલનાડુના તિરુપ્પુર જિલ્લા સ્થિત અવિનાશી પાસે થઈ. અકસ્માતમાં અન્ય 25 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે પોલીસ અને ફાયરની ગાડીઓ પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું. અવિનાશીના ડેપ્યુટી તહસીલદારે જણાવ્યું કે મૃતકોમાં 14 પુરુષ અને 6 મહિલાઓ સામેલ છે. 

— ANI (@ANI) February 20, 2020

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પલક્કડના જિલ્લા કલેક્ટરને દુર્ઘટના પીડિતોની તત્કાળ ચિકિત્સા દેખભાળ પ્રદાન કરવાના નિર્દેશ આપ્યા છે. મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. મુખ્યમંત્રીએ  કહ્યું કે મુખ્ય સચિવ તમામ પ્રક્રિયા જોઈ રહ્યાં છે. પરિવહન મંત્રી એ કે સસીન્દ્રન અને કૃષિ મંત્રી વીએસ સુનિલકુમાર તિરુપ્પુર જશે. અમે તામિલનાડુ સરકાર સાથે પણ વાત કરી છે. 

— ANI (@ANI) February 20, 2020

અકસ્માત એટલો ભીષણ હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ટ્રક નીચે આવી ગયો હતો. અકસ્માતવાળી જગ્યાએ ક્રેનની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે બસ બેંગ્લુરુથી તિરુવનન્તપુરમ જઈ રહી હતી અને કન્ટેઈનર લોરી કોઈમ્બતુરથી સાલેમ રાજમાર્ગ પર વિપરિત દિશામાં આવી રહી હતી. અચાનક બંનેની ટક્કર થઈ. આ દુર્ઘટના આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે  થઈ. બસમાં 48 મુસાફરો હતાં જેમાંથી 19ના મોત તો ઘટનાસ્થળે જ થઈ ગયાં છે. ઘાયલોને સારવાર હેઠળ ખસેડાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news