ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો લાગે છે!
દેશમાં આજે દરેક વ્યક્તિ ડિજિટલ ક્રાંતિનો (Digital Revolution) હિસ્સો બની ચુક્યું છે, પરંતુ દેશનાં લોકો જેટલું ડિજિટલી એડવાન્સ થઇ રહ્યા છે તેના પર સાઇબર એટેકનો (Cyber Attack) ખતરો પણ વધી રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી : દેશમાં દરેક વ્યક્તિ ડિજિટલ ક્રાંતિનો (Digital Revolution) હિસ્સો બની રહ્યો છે. જો કે દેશનાં લોકો જેટલા ડિજિટલી એડવાન્સ (Digitally advance) થઇ રહ્યા છે તેમના પર સાઇબર એટેકનો (Cyber attack) ખતરો પણ તેટલો જ વધતો જાય છે. કોઇ બીજા જ દેશમાં બેસીને તમારા મોબાઇલ (Mobile), કોમ્પ્યુટર, લેપટોપમાં ઘુસીને તમારા લાખો કરોડો રૂપિયાનો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે. તમે જાણીને આશ્ચર્ય પામશો કે આખો દિવસ દર મિનિટે 1852 સાઇબર એટેક થઇ રહ્યા છે. સાઇબર હુમલાનાં નિશાન પર દેશનાં 4 મોટા શહેરો દિલ્હી, મુંબઇ, બેંગ્લુરૂ અને કોલકાતા શહેરમાં સૌથી વધારે સાઇબર હુમલાઓ (Cyber Attack) થાય છે. જ્યારે બેંકિંગ (Banking) અને ફાઇનાન્શિયલ કંપનીઓને દરરોજ હજારો સાઇબર એટેકનો સામનો કરવો પડે છે.
ઇમરાન ખાને PoK ના નાગરિકોને ભડકાવ્યા: બંદુક ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે
ભારતમાં આર્થિક લેવડ દેવડ માટે પણ ભીમ, ગુગલ પે (Google pay), ફોન પે (Phone pay) અને પેટીએમ (Paytm) જેવા અનેક એપ્સનો ઉપયોગ થઇ રહ્યા છે. એવામાં બેંકો પર સાઇબર એટેકનો સૌથી મોટો ખતરો છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચના (Indian cyber Security) વર્ષ 2019નાં એન્યુઅલ થ્રેડ રિપોર્ટ અનુસાર 2018માં સમગ્ર વિશ્વમાં આશરે 20 લાખ સાઇબર હુમલા થયા અને આ કારણે 3222 અબજ રૂપિયાનું નુકસાન થયું છે.
ક્રિકેટનાં વીડિયો થકી પ્રિયંકા ગાંધીની 'પોલિટિકલ સિક્સર', મોદી સરકાર ક્લિન બોલ્ડ
ગુરૂગ્રામના (Gurugram) રહેવાસી ડીકે જોશી અને પરિવાર 23 જુલાઇનો દિવસ યાદ કરીને દુખી થઇ જાય છે. માત્ર એક ફોનનાં કારણે તેમના મહેનતની કમાણી એક વ્યક્તિ લુંટી ગયો. જોશી NHPC ના રિટાયર્ડ છે અને હાલ નેપાળ હાઇડ્રો પાવરના કન્સલ્ટન્ટ છે. તેમના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા એક ઝટકામાં ઉપડી ગયા. જોશીના મોબાઇલ પર સતત બેંક એકાઉન્ટના મેસેજ આવી રહ્યા હતા. 20 જુલાઇએ આખરી વાર Paytm ના KYC ની માહિતી અપડેટ કરવા માટે મેસેજ આવ્યો. જોશીએ આ મેસેજને ઇગ્નોર કરતા રહ્યા પરંતુ 23 જુલાઇ 11.15 મિનિટે તેમને એક ફોન કોલ આવ્યો. પોતાને Paytm નો પ્રોબીઝનરી અધિકારી ગણાવીને Paytm અપડેટ કરવાની ખોટી વાત કરીને સૌથી પહેલા જન્મ તારીખની માંગ કરી. ત્યાર બાદ ફોનનું મોડલ અંગે માહિતી મેળવી તેમાં ક્વિક સપોર્ટ ડાઉનલોડ કરીને KYC કરાવ્યું. ત્યાર બાદ જોશીના મોબાઇલના કંટ્રોલ ફોન કરનાર વ્યક્તિ પાસે જતો રહ્યો. ફોન હેક થઇ ગયો. રિમોટ એક્સેસ દ્વારા તમામ ઓટીપી તે વ્યક્તિ પાસે જવા લાગ્યા અને તે જ દિવસે જોશીના એકાઉન્ટમાંથી 5,34,886 રૂપિયા ઉપડી ગયા.
શારીરિક શોષણ મુદ્દે ચિન્મયાનંદની મુશ્કેલી વધી, 8 કલાક પુછપરછ બાદ આશ્રમ સીલ
ઇન્ડિયન સાઇબર સિક્યોરિટી રિસર્ચ (Indian Cyber Security) ના વર્ષ 2019ના એન્યુઅલ થ્રેટ રિપોર્ટમાં કેટલાક ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે.
- વિડોઝ ડિવાઇસમાં ગત્ત વર્ષે 9.37 લાખ સાઇબર એટેક થયા
- સાઇબર એટેકથી વિશ્વને 3222 અબજ રૂપિયાનુ નુકસાન થયું.
- હેકર્સની પ્રથમ પસંદગી બેંક છે.
- દર વર્ષે પ્રતિ મિનિટ 1852 વિંડોઝ ડિવાઇસ પર સાઇબર એટેકની ઇફેક્ટ થાય છે.
-ભારતમાં સાઇબર એટેક ટ્રોજન્સ વાયરસ (Trojans) દ્વારા કરવામાં આવે છે.
- જેમાં બીજા નંબર પર સ્ટેન્ડ અલોન (Stand alone) અને ત્રીજા પર ઇફેક્ટર્સ (infectors) છે, જેનાથી 2019માં ભારતમાં સાઇબર એટેક કરવામાં આવ્યા.
- બીજી તરફ રેનસમવેરનાં દર 14 મિનિટે એક કોમ્પ્યુટર ટાર્ગેટ કરવામાં આવે છે. હેકર્સ સૌથી વધારે રેંસમવેર એટેક્સ કરે છે અને આ રેસમવેર એટેકના કારણે આર્થિક સેક્ટરને 60 ટકાનો ચુનો લાગ્યો છે.
- રેસમવેર એટેક સાઇબર એટેકરની પહેલી પસંદ છે અને વર્ષ 2018માં આ એટેક સંપુર્ણ રીતે સમગ્ર વિશ્વમાં 6 અબજ ડોલરનું નુકસાન થયું છે. જ્યારે ઇન્ટરનેટ સોસાઇટી ઓનલાઇન ટ્રસ્ટ એલાયન્સના રિપોર્ટમાં અનુમાન લગાવાયું કે, 2021 સુધી રેસમવેર એટેકથી 20 અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે.
- સાઇબર એટેક કરનારા 10 ટુલમાંથી 6 ટ્રોજન્સ વાઇરલ છે.
- એન્ડ્રોઇડ ફોનમાં ઓછામાં ઓછા દર 3 મિનિટે સાઇબર હુમલો થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે