કોરોના: દર્દીઓની સંખ્યા 4.56 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક નવા કેસ

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બુધવારે સાડા ચાર લાખના આંકડાને પાર કરી ગઈ. દેશમાં હવે કોવિડ 19ના દર્દીઓની સંખ્યા 456183 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15968 નવા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 465 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે બહાર પડેલા હેલ્થ બુલેટિન મુજબ દેશમાં હાલ કોરોનાના 183022 એક્ટિવ કેસ છે. 258685 લોકોની સારવાર થઈ ગઈ છે અને તેઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે અત્યાર સુધી 14476 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
કોરોના: દર્દીઓની સંખ્યા 4.56 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક નવા કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બુધવારે સાડા ચાર લાખના આંકડાને પાર કરી ગઈ. દેશમાં હવે કોવિડ 19ના દર્દીઓની સંખ્યા 456183 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15968 નવા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 465 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે બહાર પડેલા હેલ્થ બુલેટિન મુજબ દેશમાં હાલ કોરોનાના 183022 એક્ટિવ કેસ છે. 258685 લોકોની સારવાર થઈ ગઈ છે અને તેઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે અત્યાર સુધી 14476 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

આ બધા વચ્ચે દેશમાં કોરોનાના ટેસ્ટિંગનો આંકડો પ્રતિ દિન બે લાખ પાર ગયો છે. પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના 2 લાખ 15 હજાર195 ટેસ્ટ કરાયા. અત્યાર સુધીમાં 73, 52, 911 સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. આ ઉપરાંત દેશમાં કોરોનાના ટેસ્ટ કરનારી લેબની સંખ્યા 1000 થઈ ગઈ છે. દેશ માટે રાહતની વાત એ છે કે રિકવરી રેટમાં સુધારો થઈ રહ્યો છે. હવે તે વધીને 56.71 ટકા થયો છે. 

સતત પાંચમા દિવસે 14000 કરતા વધુ કેસ
ભારતમાં સતત પાંચમા દિવસે કોવિડ 19ના 14000 કરતા વધુ કેસ નોંધાયા છે. બુધવારે સવાર સુધીમાં જે 465 દર્દીઓના મોત થયા તેમાંથી 248 મહારાષ્ટ્રમાં, 68 દિલ્હીમાં 39 તામિલનાડુમાં, ગુજરાતમાં 26, ઉત્તર પ્રદેશમાં 19, પશ્ચિમ બંગાળમાં 11, રાજસ્થાન અને હરિયાણામાં 9-9, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં 8-8, પંજાબ અને મધ્ય પ્રદેશમાં 4-4, તેલંગણામાં 3, જમ્મુ કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડમાં 2-2 લોકોના મૃત્યુ થયા છે. કેરળ, બિહાર અને પુડ્ડુચેરીમાં કોવિડ 19થી 1-1 વ્યક્તિના મૃત્યુ થયા છે. 

જુઓ LIVE TV

દિલ્હીમાં રેકોર્ડ કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 3947 કેસ નોંધાયા છે. દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 66000 પાર કરી ગઈ છે. બીમારીના કારણે અત્યાર સુધીમાં 2301 લોકોના મૃત્યુ થયા છે.  છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 68 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news