જૂનમાં વધુ ઝડપી બનશે વેક્સિનેશન અભિયાન, રસીના 12 કરોડ ડોઝ હશે ઉપલબ્ધ
મંત્રાલયે કહ્યું કે, રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે તે રસીકરણ કાર્યક્રમ સાથે જોડાયેલા સંબંધિત અધિકારીઓને રસીના ડોઝની ફાળવણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને બરબાદી ઓછી કરવાનો નિર્દેશ આપે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, દેશમાં કોવિડ-19 રસીકરણ માટે જૂન મહિનામાં આશરે 12 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. આ પહેલા મેના મહિનામાં રસીના 7.94 કરોડ ડોઝ ઉપલબ્ધ હતા. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રગેશોને રસીના ડોઝની ફાળવણી ત્યાં થતાં ઉપયોગ, તેની જનસંખ્યા અને રસીની બરબાદીના આધારે કરવામાં આવે છે.
નિવેદન અનુસાર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તે વાતની સ્પષ્ટ જાણકારી આપવામાં આવી છે કે જૂન 2021માં તેમને રસીના કેટલા ડોઝ આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું 'ભારત સરકાર તરફથી જૂનના મહિનામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેને ત્યાં હાજર સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રંટ લાઇન વર્કર્સ સિવાય 45થી વધુ અથવા તેનાથી વધુ ઉંમરના લોકો માટે રસીના 6.09 કરોડ ડોઝ ફ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે.'
આ સિવાય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સિવાય ખાનગી હોસ્પિટલો દ્વારા સીધા ખરીદવામાં આવેલા વેક્સિનના 5,86,10,000 ડોઝ ઉપલબ્ધ હશે, અર્થાત જૂન 2021માં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ રસીના આશરે 12 કરોડ (11,95,70,000) ડોઝ ઉપલબ્ધ હશે. મંત્રાલયે કહ્યું કે, રસીની ફાળવણીનો કાર્યક્રમ રાજ્યોની સાથે નક્કી સમય પર જારી કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે, રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે તે રસીકરણ કાર્યક્રમ સાથે જોડાયેલા સંબંધિત અધિકારીઓને રસીના ડોઝની ફાળવણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને બરબાદી ઓછી કરવાનો નિર્દેશ આપે. મંત્રાલયે કહ્યું કે, રસીના ડોઝની ફાળવણી વિશે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલા જાણકારી એટલા માટે આપવામાં આવી રહી છે જેથી તે રસીની ઉપલબ્ધતા અને મેનેજમેન્ટને લઈને યોજના બનાવી શકે.
મંત્રાલય પ્રમાણે મેમાં કેન્દ્ર તરફથી રાજ્યોને રસીના 4,03,49,830 ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ સિવાય રાજ્યો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે રસીના 3,90,55,370 ડોઝ ઉપલબ્ધ હતા. આ પ્રકારે મેમાં રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે કુલ મળીને રસીના 7,94,05,200 ડોઝ ઉપલબ્ધ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે