10 વીઘા જમીન અને દર મહિને 20 હજારની કમાણી, આ ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત બન્યો ધનવાન

Nashpati ki Kheti: એક ખેડૂતે નાશપતીની ખેતી કરીને પોતાની કિસ્મત બદલી નાંખી છે. શેરડી, ડાંગર અને કેરીની ખેતીમાંથી ઓછી કમાણી કર્યા પછી મહેબૂબ નામના ખેડૂતે નાશપતીની ખેતી શરૂ કરી. આમાં તેને સારો નફો થયો છે. હવે તે નાશપતિની ખેતી કરીને વાર્ષિક 1.5 થી 2 લાખ રૂપિયાનો નફો કમાય છે.

10 વીઘા જમીન અને દર મહિને 20 હજારની કમાણી, આ ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત બન્યો ધનવાન

Agriculture News: આજકાલ દેશના અન્ય સેક્ટર્સની સાથે સાથે એગ્રીકલ્ચર સેક્ટર પણ ઘણું ઝડપથી ગ્રો કરી રહ્યું છે. આ સેક્ટરને લઈને તેમાં ખાસ વાત એ છે કે દેશના યુવાનો પણ તેમાં રસ લઈ રહ્યા છે. તમે એવા ઘણા લોકોને જોયા કે સાંભળ્યા હશે જે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડીને ખેતી કરવાનું પસંદ કર્યું હોય અને તેમણે પરિણામ પણ સારું મેળવ્યું હોય. બાગપતના રટૌલ ગામના ખેડૂત મહેબૂબે નાશપતીનું વાવેતર કરીને પોતાનું નસીબ બદલી નાખ્યું છે. શેરડી, ડાંગર અને કેરીની ખેતીમાંથી ઓછી કમાણી કર્યા પછી મહેબૂબે નાસપતીની ખેતી શરૂ કરી. આમાં તેને સારો નફો થયો. હવે તે પોતાના 10 વીઘા ખેતરમાં ઉગાડવામાં આવેલા નાસપતીમાંથી વાર્ષિક બેથી અઢી લાખ રૂપિયાનો નફો કમાય છે.

નાસપતીની ખેતીના ફાયદા
સૌથી પહેલા નાશપતીની ખેતીના ફાયદા વિશે વાત કરી લઈએ તો આ એક એવી ખેતી છે, જેમાં પાણીની જરૂરિયાત ઓછી રહે છે. તેનાથી પણ ખેડૂતને મોટો ફાયદો થાય છે. નાશપતીમાં જીવાત પડવાની સંભાવના પણ ખુબ જ ઓછી હોય છે અને એક વાર ઝાડ વાવ્યા બાદ તે 25-30 વર્ષ સુધી ફળ આપે છે. ખેતીમાં જંતુનાશકોનો ઓછો ઉપયોગ થાય છે અને બજારમાં સારા ભાવ પણ મળે છે. નાસપતીની ખેતીમાં ઓછા ખર્ચને કારણે તેમાં વધુ નફો મળવાની સંભાવના છે. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, મહેબૂબ છેલ્લા ચાર વર્ષથી નાશપતીનો ઉછેર કરી રહ્યો છે.

બજારોમાં ભારે ડિમાન્ડ અને મોટો ફાયદો
નાસપતિ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોસાયનિડિન હોય છે, જે એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. નાસપતી ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવાનું પણ કામ કરે છે. રટૌલ અને આસપાસના વિસ્તારોમાં નાશપતીઓની ખૂબ માંગ છે. આ સિવાય દિલ્હી, લોની અને હરિયાણાના બજારોમાં નાશપતીનું સારું વેચાણ થાય છે. નાશપતીનો વર્તમાન ભાવ 70-80 રૂપિયા પ્રતિ કિલો છે.

અન્ય પાકોના મુકાબલે સારો ફાયદો
નાશપતીની ખેતીમાં અન્ય પાકોની સરખામણીમાં ઓછો ખર્ચ થાય છે. ખેડૂત મહેબૂબનું કહેવું છે કે અન્ય પાકોની સરખામણીમાં તેણે નાસપતીની ખેતીમાંથી બમણો નફો મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news