Heath Tips: ભૂલથી એકસાથે ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો પેટમાં જઈને આ વસ્તુઓ બની જશે ઝેર

શરીરને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો અને કેવો નહીં, તેનું વર્ણન પણ આયુર્વેદમાં કરવામાં આવ્યું છે. આયુર્વેદના અનુસાર અનેક એવા પદાર્થો છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આયુર્વેદના અનુસાર ભોજન લેવું અને યોગ્ય સમયે લેવું લાભદાયક સાબિત થયું છે. સાથે જ કેટલાક આહાર એવા હોય છે જે શરીરની અંદર જઈને ઝેર બની જાય છે.

Heath Tips: ભૂલથી એકસાથે ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો પેટમાં જઈને આ વસ્તુઓ બની જશે ઝેર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતને મળેલી સૌથી સારી ભેટ એટલે આયુર્વેદ. આયુર્વેદમાં માનવ જીવનને સ્વસ્થ રાખવા માટેની તમામ ચાવીઓ આપવામાં આવી છે. માનવ શરીર માટે સૌથી અગત્યનો હોય છે ખોરાક. શરીરને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો અને કેવો નહીં, તેનું વર્ણન પણ આયુર્વેદમાં કરવામાં આવ્યું છે. આયુર્વેદના અનુસાર અનેક એવા પદાર્થો છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આયુર્વેદના અનુસાર ભોજન લેવું અને યોગ્ય સમયે લેવું લાભદાયક સાબિત થયું છે. સાથે જ કેટલાક આહાર એવા હોય છે જે શરીરની અંદર જઈને ઝેર બની જાય છે.આવા ખોરાક ખરાબ અને સડેલા ખોરાકથી કમ નથી, જેને આપણે ફેંકી દઈએ છે. 

No description available.

આયુર્વેદ આપે છે સ્વાદની સાથે સેહત પણ
આપણને ભોજનમાં અલગ-અલગ ચીજો ખાવી ખૂબ જ પસંદ છે. તે એક સાથે  જ કેમ ન ખાઈએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક વસ્તુઓ તમારે એક સાથે ન ખાવી જોઈએ. અનેક વસ્તુઓ એવી હોય છે, જેનો સ્વાદ તમને ખૂબ જ ભાવતો હશે પરંતુ પેટમાં જઈને તે તમારા માટે ઝેર બની જાય છે. આજે આપણે વાત કરીશું કેટલીક એવી જ વસ્તુઓની, જે ભૂલથી પણ એકસાથે ન ખાવી જોઈએ.

ઘી અને મધ
ઘી અને મધ ક્યારેય એકસાથે ન ખાઓ. ત્યાં સુધી કે પાણીમાં મિક્સ કરીને પણ ઘી અને મધનું સેવન નુકસાનકારક હોય શકે છે. ઘી, તેલ કે માખણમાં મધ ઝેર બની જાય છે. મધની તાસીર ગરમ હોય છે. તેને કોઈ ગરમ વસ્તુ સાથે જો ખાવામાં આવે તો પેટને સમસ્યા કરાવી શકે છે.

મધ અને મૂળો
મધ સાથે મૂળાનું સેવન ન કરવું જોઈએ. જેનાથી આપણા શરીરમાં ઝેરી તત્વો વધી જાય છે. જેના કારણે શરીરના અંગો ખરાબ થઈ શકે છે. જેથી મૂળ સાથે મધનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

મધ અને દહીં
મધ અને દહીંને ક્યારેય એકસાથે ન ખાવું જોઈએ. આવું કરવાથી ગેસ, એલર્જી અને કોઈ પણ પ્રકારની ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે ખાંડ સાથે મધનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. ખાંડ સાથે મધ ખાવું અમૃત સાથે ઝેર ખાવા બરાબર છે.

જાણો ક્યારેક લીલા કપડાંથી, લાકડાંથી અને ઝાડ-પાનથી તાજમહેલને કેમ છુપાવવો પડ્યો?

આટલી વસ્તુઓમાં પણ રાખો ધ્યાન:
1) માછલી સાથે મરીનું સેવન ન કરવું જોઈએ. માછલી ખાધા બાદ મરીનું સેવન કરો તો નુકસાન થઈ શકે છે.

2) તલ સાથે પાલકનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી ડાયેરિયા થવાનો ખતરો વધી જાય છે.

3) 10 દિવસ સુધી તો કાંસાના વાસણમાં ઘીને રાખવામાં આવ્યું છે, તો આ ઘીનું સેવન ન કરવું જોઈએ.

4) પીળી છત્રી વાળા મશરૂમને સરસવના તેલમાં ન પકાવવા જોઈએ અને ખાવા પણ ન જોઈએ.

5) ઠંડા પાણી સાથે ઘી, તેલ, જામફળ, કાકડી, જાંબુ અને મગફળી ક્યારેય ન ખાવા જોઈએ.

ડાયનાસોર અંગે વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો, જાણો શું હજુ જીવે છે ડાયનાસોર?

આ વસ્તુઓ પણ છે ઝેર સમાન:
1) ખીરની સાથે સત્તૂ, શરાબ, ખટાઈનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

2) રાંધેલા ભાત સાથે સરકો ન ખાવો જોઈએ. તેનું પરિણામ ઘાતક થઈ શકે છે.

3) દહીં અને ખાટા ફળો એકસાથે ક્યારેય ન ખાવા જોઈએ. તેમાં અલગ-અલગ એંજાઈમ્સ હોય છે. જેનાથી તેને પચાવવામાં મુશ્કેલી થાય છે.

4) અનેકવાર લોકોને પૂરી કે પરાઠા સાથે દહીં ખાવાનું પસંદ હોય છે. પરંતુ તળેલી કે ભૂંજેલી વસ્તુઓ સાથે દહીં ન ખાવું જોઈએ. દહીંમાં હાજર એન્ઝાઈમ ફેટને પચાવવામાં સમસ્યા પેદા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news