White rice disadvantages: સફેદ ચોખા ખાનારા થઇ જાવ સાવધાન, આ બિમારીઓનું છે ઘર

સામાન્ય રીતે દરેક વ્યક્તિ ખોરાકમાં સફેદ ચોખાનું સેવન જરૂર કરે છે. પરંતુ  સફેદ ચોખા જરૂરિયાત કરતાં વધુ ખાવાથી શરીરમાં રોગોનું પ્રમાણમાં વધી શકે છે. તમારૂં બ્લડ શુગર પણ વધે શકે છે. 

White rice disadvantages: સફેદ ચોખા ખાનારા થઇ જાવ સાવધાન, આ બિમારીઓનું છે ઘર

જો તમે પણ સફેદ ભાત ખાવાનું બંધ નથી કરી શકતા તો થોડા સમય માટે બંધ કરી દો. કારણ કે તમારી આ આદતને કારણે તમે અનેક રોગોને આમંત્રણ આપી રહ્યા છો. આમાં હાર્ટ એટેકનું જોખમ પણ સામેલ છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ માટે આ ચોખાનું સેવન કરવું યોગ્ય નથી. તેનાથી દર્દીઓના બ્લડ શુગર લેવલ વધી શકે છે. 

હાર્ટ એટેકનો વધી શકે છે ખતરો
ચોખામાં તમારા શરીરની જરૂરિયાતના કોઈ પણ પોષક તત્વો નથી હોતા. જો તમે રોજ ચોખાને ખાતા હોય તો તમારે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. વધુ પડતા સફેદ ચોખાને ખાવા તે હાર્ટ એટેકનો ખતરો વધારી શકે છે.  જો તમે વધુ પડતા સફેદ ચોખાનું સેવન કરતા હોય તો તેને નિયંત્રણ રાખવું પડશે. અને તેની ખરાબ અસરોનો સામનો તમારે કરવો પડી શકે છે. 

તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે
વધુ પડતા સફેદ ચોખા ખાવાથી તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. સફેદ ચોખા કરતા બ્રાઉન ચોખા શરીર માટે વધુ લાભદાયક હોય છે. શરીરના સ્વાસ્થ્યની સ્થિતિ અને તમારી વયના આધારે તમારે આહારમાં મુખ્યત્વે વિવિધ ફળો, શાકભાજીનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં નિયમિત રૂપે પ્રોટીન મળતું રહે. 

બ્લડ શુગર વધી શકે છે
આ સિવાય સફેદ ચોખા ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેથી તમે તરત જ તમારા આહારમાંથી સફેદ ચોખાને દૂર કરવાનો પ્રયાસ કરો.

મેટાબોલિક સિન્ડ્રોમ સમસ્યા થઈ શકે છે
સફેદ ચોખા ખાવાથી પણ મેટાબોલિક સિન્ડ્રોમની સમસ્યા થઈ શકે છે. તેથી મહિનામાં માત્ર એક જ વાર સફેદ ચોખા ખાવાનો પ્રયાસ કરો. આનાથી તમે મેટાબોલિક સમસ્યાઓથી બચી શકો છો.

તમારા વજનમાં થઈ શકે છે વધારો 
જો તમે સ્થૂળતાથી પરેશાન છો. તો તમારે તરત જ સફેદ ચોખા ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે તેનાથી વજન વધવાની શક્યતા વધુ રહે છે.

(નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા ડોક્ટર સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news