અચાનક તમને ખબર પડે કે તમારું બાળક LGBTQ છે, તો ભેદભાવ ભૂલીને સૌથી પહેલા કરો આ કામ

અચાનક તમને ખબર પડે કે તમારું બાળક LGBTQ છે, તો ભેદભાવ ભૂલીને સૌથી પહેલા કરો આ કામ
  • જો તમારું બાળક LGBTQ છે, તો તેને જજ કરતા પહેલા તમારું નોલેજ વધારો
  • તમારા બાળકને એ અહેસાસ અપાવો કે, બધુ જ નોર્મલ છે. જેમ કે તે સામાન્ય બાળક છે તેવી રીતે તેને રાખો

ઝી મીડિયા/બ્યૂરો :માતાપિતાને દરેક સંતાન વ્હાલુ હોય છે. જો સંતાન રસ્તો ભટકી જાય તો માતાપિતા તેને સીધા રસ્તે લઈ આવે છે. બધુ કડવી વાતો ભૂલીને માતાપિતા તેમને અપનાવી પણ લે છે. કેમ કે, પોતાનું લોહી તો પોતાનુ જ હોય છે. માતાપિતાને પોતાનુ સંતાન દરેક પરિસ્થિતિમાં વ્હાલુ લાગે છે. પરંતુ જો કોઈ માતાપિતાને ખબર પડે કે તેમનુ સંતાન LGBTQ છે, તો તેઓ શું કરે. કાયદો બદલાઈ ગયો છે, પણ લોકોના વિચાર બદલાયા નથી. આજે પણ ભારતમાં મોટાભાગના શહેરો-ગામડામાં LGBTQ લોકો સાથે ભેદભાવ કરીને તેમને અહેસાસ કરાવવામાં આવે છે કે, તે કોઈ બીમારી છે. જ્યારે લોકોએ સમજવુ પડશે કે, જો કોઈ વ્યક્તિમાં મહિલા અને પુરુષ ઉપરાંત કોઈ બીજા લક્ષણો છે, તો તેનુ વૈજ્ઞાનિક કારણ છે. તેની પાછળ DNA કોડ અને અન્ય સાયન્ટીફિક બાબતો જવાબદાર છે. જો તમારુ બાળક LGBTQ છે, તો શું કરશો. તમારા બાળકમાં આ લક્ષણ દેખાય તો તેની સાથે કેવુ વર્તન કરવું. ત્યારે આજે LGBTQ બાળકના માતાપિતાએ શુ કરવું તે જાણી લો. 

જો તમારું બાળક LGBTQ કેટેગરીમાં આવે છે, તો તેની સાથે નફરત ન કરો. ન તો તેને ઈગ્નોર કરો. તેને સપોર્ટ, એટેન્શન, કેર અને રિસ્પેક્ટની જરૂર છે. કેમ કે, આજે પણ આપણો સમાજ LGBTQ ને સ્વીકારતો નથી. તેથી તમારા બાળકને એ અહેસાસ અપાવો કે, બધુ જ નોર્મલ છે. જેમ કે તે સામાન્ય બાળક છે તેવી રીતે તેને રાખો. બાળકને અહેસાસ કરાવો કે તમે તેી સાથે છો. 

જો તમારું બાળક LGBTQ છે, તો તેને જજ કરતા પહેલા તમારું નોલેજ વધારો. તમારે એ સમજવુ પડશે કે તેમાં એ બાળકની કોઈ ભૂલ નથી. પરંતુ ભગવાને જ તેને એવો બનાવ્યો છે. આવી રીતે દુનિયામાં લાખો કરોડો લોકો જન્મે છે. જેઓ નોર્મલ લોકોથી અલગ છે, પરંતુ તે એની જગ્યાએ એકદમ સાચો છે. 

સૌથી પહેલા માલૂમ કરો કે, તમારુ બાળક LGBTQ મા કઈ કેટેગરીમાં આવે છે. પછી તેના સંબંધિત કમ્યુનિટી વિશે માલૂમ કરો. ઈન્ટરનેટ પર તેની તમામ માહિતી મળી રહે છે. 

જ્યારે બાળક તમને પોતાની સેક્સ્યુઅલ આઈડેન્ટીટી કે સેક્સ્યુઅલ ઈન્સ્ટ્રેટ બતાવે તો તેને ધમકાવવાની કે ડરાવવાની જરૂર નથી. લોકો શુ વિચારશે, અને શું કહેશે તે વિચારીને તમારા સંતાનને ધમકાવશો નહિ. તેને તેમાંથી બહાર કાઢો અને પ્રેરિત કરો. હંમેશા LGBTQ લોકો સમાજના ડરથી બહાર નીકળતા નથી. માતાપિતા હોવાના નાતે તમારા બાળકને એપ્રિશિયેટ કરો, તેને કોન્ફિડન્ટ ફીલ કરાવો. 

એવી જગ્યા શોધો જ્યાં LGBTQ બાળકો અને પેરેન્ટ્સ આવતા હોય. જ્યારે તમે તમારા બાળકને ત્યા લઈને જાઓ ત બાળકની સાથે તમારુ કોન્ફિડન્ટ લેવલ પણ વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news