Urine Infection: પેશાબમાં ઇન્ફેક્શનનો રામબાણ ઈલાજ છે આ 3 આયુર્વેદિક ઉપાય, દુર્ગંધ અને બળતરાથી મળશે તુરંત રાહત

Urine Infection: યુરિન ઇન્ફેક્શન એક પ્રકારનું બેકટેરિયલ સંક્રમણ છે જે મૂત્રમાર્ગ, મૂત્રાશય, મૂત્રવાહિની તેમજ કિડનીને પ્રભાવિત કરે છે. યુરીન ઇન્ફેક્શનમાં વારંવાર પેશાબ કરવા જવું પડે છે અને પેશાબ કરતી વખતે બળતરા થાય છે. આ સિવાય યુરિન ઇન્ફેક્શનમાં તાવ પણ આવે છે અને પેટના નીચેના ભાગમાં દુખાવો પણ રહે છે. 

Urine Infection: પેશાબમાં ઇન્ફેક્શનનો રામબાણ ઈલાજ છે આ 3 આયુર્વેદિક ઉપાય, દુર્ગંધ અને બળતરાથી મળશે તુરંત રાહત

Urine Infection: યુરિન ઇન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ યુરિન ઇન્ફેક્શન પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે થાય છે. યુરિન ઇન્ફેક્શન એક પ્રકારનું બેકટેરિયલ સંક્રમણ છે જે મૂત્રમાર્ગ, મૂત્રાશય, મૂત્રવાહિની તેમજ કિડનીને પ્રભાવિત કરે છે. યુરીન ઇન્ફેક્શનમાં વારંવાર પેશાબ કરવા જવું પડે છે અને પેશાબ કરતી વખતે બળતરા થાય છે. આ સિવાય યુરિન ઇન્ફેક્શનમાં તાવ પણ આવે છે અને પેટના નીચેના ભાગમાં દુખાવો પણ રહે છે. 

યુરિન ઇન્ફેક્શન થવાના કારણોની વાત કરીએ તો તેના માટે અલગ અલગ કારણ જવાબદાર હોય છે. યુરિન ઇન્ફેક્શન થવાનું સૌથી સામાન્ય કારણ છે યુરીનને લાંબા સમય સુધી રોકવું. આ સિવાય ડાયાબિટીસ, પ્રેગનેન્સી અને મેનોપોઝ દરમિયાન પણ યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે. 

યુરીન ઇન્ફેક્શનમાં મોટાભાગે લોકો એલોપેથીક દવાઓ લેતા હોય છે. પરંતુ જો તમે ઈચ્છો તો કેટલાક આયુર્વેદિક ઉપાયોની મદદ પણ લઈ શકો છો. આજે તમને 3 એવી આયુર્વેદિક વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી મુક્તિ મળે છે. 

ત્રિફળા 

ઔષધીય ગુણોથી ભરપૂર ત્રણ વસ્તુથી બનેલું ત્રિફળા અલગ અલગ બીમારીઓમાં દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. અતિ ગુણકારી ત્રિફળા યુરિન ઇન્ફેક્શનમાં પણ અસરકારક રીતે કામ કરે છે. ત્રિફળાનું સેવન કરવાથી શરીરમાં રહેલા વિશાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. જેના કારણે ઇન્ફેક્શનથી રાહત મળે છે. તેના માટે રાત્રે સુતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ હુંફાળા પાણી સાથે પી લેવું. 

ધાણાના બી 

યુરીન ઇન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો સૂકા ધાણાનું સેવન પણ કરી શકાય છે. સૂકા ધાણા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ગુણથી ભરપૂર હોય છે. તે ઇન્ફેક્શનને મટાડવામાં મદદ કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ધાણાને રાત્રે પલાળી દેવા. ત્યાર પછી સવારે પાણીને ગાળી લેવું અને પી જવું. આ ઉપાય કરવાથી પેશાબમાં થતી બળતરાથી તુરંત રાહત થાય છે. 

ચોખાનું પાણી 

આયુર્વેદમાં ચોખાના પાણીને પણ ઔષધી સમાન ગણવામાં આવે છે. ચોખાને પકાવતા પહેલા તેને ધોઈને જે પાણી કાઢવામાં આવે છે તે એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. આ પાણી યુરીન ઇન્ફેક્શનથી છુટકારો અપાવી શકે છે. ચોખાનું પાણી દવા તરીકે તૈયાર કરવું હોય તો અડધા લીટર પાણીમાં 2 મોટી ચમચી સાફ કરેલા ચોખા ઉમેરી 4 કલાક પલાળી રાખો. ત્યાર પછી આ પાણી દિવસ દરમિયાન ધીરે ધીરે પીતા રહેવું. આ પાણી પીવાથી યુરીન ઇન્ફેક્શનના લક્ષણોથી રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news