Health Tips: રોજ ટામેટા ખાવાની આદત હોય તો પહેલાં આ વાંચી લેજો, તમે બની શકો છો અનેક રોગનો ભોગ
સબજી, સુપ કે સલાડ, ટમેટાનો ઉપયોગ લગભગ દરેક વાનગીમાં થાય છે. એક રીતે ટમેટા સ્વાસ્થ્ય માટે સારા હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ વધુ માત્રામાં ટમેટા આરોગે તો તેને નુકસાન પહોંચી શકે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ટામેટા ખાવાથી પાચન તંત્ર સારું રહે છે. પરંતુ તેને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. ટામેટાં વધુ ખાવાથી ડાયરિયા તેમજ કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે.
જરૂરિયાતથી વધુ કંઈ પણ આરોગવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ વાત ટમેટા પર પણ લાગૂ થાય છે. સબજી, સુપ કે સલાડ, ટમેટાનો ઉપયોગ લગભગ દરેક વાનગીમાં થાય છે. એક રીતે ટમેટા સ્વાસ્થ્ય માટે સારા હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ વધુ માત્રામાં ટમેટા આરોગે તો તેને નુકસાન પહોંચી શકે છે. આવો જાણીએ ટમેટા ખાવાથી થતા 8 નુકસાન.
PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી
પેટ ખરાબ થવું-
ટમેટા ખાવાથી પાચન તંત્ર સારૂ રહે છે. જો કે વધુ ખાવાથી તેનું ઉંધુ પરિણામ આવે છે. જે લોકોને ઈરિટેબલ બોઈલ સિંડ્રોમની સમસ્યા છે, તેમને ટમેટાની થોડી પણ વધુ માત્રા લેવાથી પેટ ફુલવાની બીમારી થઈ શકે છે. આ સિવાય વધુ પડતા ટમેટા ખાવાથી ઝાળા(DIARRHAE) થઈ શકે છે.
એસિડ રિફ્લક્સ-
ટમેટામાં ખટાશ હોવાથી તેમાં મોટા પ્રમાણમાં એસિડ હોય છે. જો તમને એસિડ રિફ્લક્સ અથવા છાતીમાં બળતરા થવાની ફરિયાદ છે તો તમારે બહું ઓછી માત્રામાં ટમેટાનું સેવન કરવું જોઈએ. ટમેટા તમારા પેટમાં વધુ એસિડ બનાવી શકે છે, જેને કારણે તમારી પાચનની સમસ્યાઓ વધી શકે છે.
કિડની સ્ટોન(પથરી)ની સમસ્યા-
ટમેટામાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે. જે લોકોને કિડનીની બીમારી હોય છે તેમને પોટેશિયમ ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. ટમેટામાં ઓક્સલેટ હોય છે જે પથરી બનાવવાનું કામ કરે છે. જો તમને પહેલેથી જ પથરીની સમસ્યાથી પીડાતા હોવ તો ટમેટાની યોગ્ય માત્રાને લઈ પોતાના ડૉકટરનો સંપર્ક કરી યોગ્ય સલાહ લઈ શકો છો.
બ્લડ પ્રેશરની સમસ્યા-
કાચા ટમેટામાં સોડિયમ ખુબ ઓછું હોય છે અને આ હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરે છે, પરંતુ જો તમે સંખ્યાબંધ ટમેટા અથવા ટમેટા સુપ પીવા લાગો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તેમાં વધુ માત્રામાં સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે તો તે તમારા બ્લડ પ્રેશરને વધારવાનું કામ કરી શકે છે.
એલર્જીની સમસ્યા-
જે લોકોને હિસ્ટામિન કંપાઉંડથી એલર્જી થતી હોય, તેમને ટમેટાનું એલર્જીક રિએકશન થઈ શકે છે. તેનાથી એક્ઝિમા, ફોલ્લીઓ, ખંજવાળ, ગળામાં ખરાશ અને ચહેરા પર સોજો આવે છે. ટમેટાથી એલર્જી થતા લોકો થોડીક વધુ માત્રાનું સેવન પણ કરે તો તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.
યુરિનરી ટ્રેકટ-
ટમેટામાં એસિડ વધુ પ્રમાણમાં હોય છે અને વધુ પડતા ખાવાથી બ્લેડરમાં બળતરા થવા લાગે છે. જો તમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશનની સમસ્યા છે તો પછી વધુ માત્રામાં ટમેટા તમારી મુશ્કેલીમાં વધુ વધારો કરી શકે છે.
સ્નાયુમાં દુખાવો-
ટમેટામાં જોવા મળતા હિસ્ટામાઇન કમ્પાઉન્ડથી સાંધાનો દુ:ખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે. ટમેટામાં આવતા સોલનિન નામના પદાર્થને કારણે કેટલાક લોકો બળતરાથી પણ પીડાય છે. ટમેટાની વધુ માત્રા આરોગવાથી સ્નાયુઓમાં દુ:ખાવો વધારે છે.
માઈગ્રેનનો દુખાવો-
હેલ્થ એક્સપર્ટસના મુજબ ટમેટાંની વધુ માત્રા માઈગ્રેનનો દુખાવો વધારવાનું કામ કરે છે. એક ઈરાની અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. નિષ્ણાંતો મુજબ આહારમાં ફેરફાર કરીને માઈગ્રેનને 40 ટકા સુધી નિયંત્રિત કરી શકાય છે. જો તમે માઈગ્રેનથી પીડાવ છો તો ટમેટાનું સેવન ઓછું કરવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે