નશાની લત કરતા પણ ખતરનાક છે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ, બાળકોને આ રીતે રાખો દૂર 

બાળકો અને વયસ્કોમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના સતત ઉપયોગને રોકવા માટેના ઉપાયો દર્શાવતા મનોચિકિત્સકોએ ચેતવણી ઉચ્ચારી છે કે ડિજિટલ લત વાસ્તવિક છે અને તે એટલી જ ખતરનાક બની શકે છે જેટલી નશાની લત.

નશાની લત કરતા પણ ખતરનાક છે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ, બાળકોને આ રીતે રાખો દૂર 

નવી દિલ્હી: બાળકો અને વયસ્કોમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના સતત ઉપયોગને રોકવા માટેના ઉપાયો દર્શાવતા મનોચિકિત્સકોએ ચેતવણી ઉચ્ચારી છે કે ડિજિટલ લત વાસ્તવિક છે અને તે એટલી જ ખતરનાક બની શકે છે જેટલી નશાની લત. આ ચેતવણી ગત સપ્તાહ ટિકટોક પર વીડિયો બનાવતા રોકવામાં આવતા તામિલનાડુમાં એક 24 વર્ષની માતાએ આત્મહત્યા કરી અને મધ્ય પ્રદેશમાં ગત મહીને સતત છ કલાક પબજી રમનારા એક વિદ્યાર્થીને હાર્ટ એટેકથી મોત થયા બાદ આવી છે. વિશેષજ્ઞોએ કહ્યું કે ડિજિટલ લત સામે લડવા માટે સૌથી જરૂરી વાત એ છે કે લત વધતા જ તેનો અહેસાસ થવો જોઈએ. 

ફોર્ટિસ હેલ્થકેરના માનસિક સ્વાસ્થ્ય વિભાગ તથા વ્યવહારિક વિજ્ઞાન વિભાગના ડાઈરેક્ટર સમીર પારેખે આઈએએનએસને જણાવ્યું કે લોકો માટે કામ, ઘરની અંદર જીવન, બહારના મનોરંજન તથા સામાજિક વ્યસ્તતાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવું એ મહત્વનું કામ છે. તેમણે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેઓ પૂરતું ઊંઘ લે છે કે નહીં. 

પારેખે એમ પણ કહ્યું કે વયસ્કોએ પ્રતિ સપ્તાહ ચાર કલાક ડિજિટલ ડિટોક્સને જરૂરથી અપનાવવું જોઈએ. આ સમયગાળામાં તેમણે પોતાના ફોન કે કોઈ પણ ડિજિટલ ગેઝેટનો ઉપયોગ કરવાનો નથી. તેમણે કહ્યું કે જો કોઈને આ ચાર કલાકમાં પરેશાની થતી હોય તો તે ચિંતા કરવા જેવી વાત છે. 

નવી દિલ્હી સ્થિત ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના સીનિયર કન્સલ્ટન્ટ સંદીપ વોહરાએ કહ્યું કે ગેઝેટ્સના આદી લોકો હંમેશા ગેઝેટ્સ અંગે જ વિચારતા રહે છે. જ્યારે તેઓ તેનો ઉપયોગ કરતા નથી અથવા તો કોશિશ કરે કે ઉપયોગ ન કરે તો તેમને અનિંદ્રા કે ચિડિયાપણું થવા લાગે છે. તેમણે કહ્યું કે ડિજિટલ લત કોઈ પણ અન્ય નશાની લત જેટલી જ ખરાબ છે. 

જો તમને આવી ડિજિટલ લત હોય તો એવા સંકેત છે કે તમે તમારા દૈનિક જીવનથી દૂર જઈ રહ્યાં છો. તમે હંમેશા સ્ક્રિન પર નિર્ભર છો. આવા લોકો વ્યક્તિગત સ્વચ્છતા તથા પોતાની સુદ્ધા ઉપેક્ષા કરી શકે છે. તેઓ સમાજ, પોતાના પરિવાર સાથે વાત કરવાની પણ બંધ કરી દે છે અને પોતાની જવાબદારીઓ અંગે વિચારવાનું તથા પોતાના નિયમિત કામ કરવાના પણ બંધ કરી દે છે. 

તેમણે કહ્યું કે આવા લાકોમાં ડિપ્રેશન, ચિંતા, ઉગ્રતા, અનિંદ્રા, ચિડિયાપણુંની સાથે સાથે અન્ય ચીજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં પરેશાની થવી જેવી સમસ્યાઓ ઊભી થતી શકે છે. વોહરાએ સલાહ આપી કે લોકોને જ્યારે એમ લાગે કે તેમનું બાળક સ્ક્રીન પર વધુ સમય વીતાવી રહ્યું છે તો તેમણે સૌથી પહેલા તો પોતાના બાળક સાથે વાત કરવી જોઈએ અને તેમને ડિજિટલ ગેઝેટ્સથી બને તેટલું દૂર રહેવા માટે જણાવવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news