Health Tips: તાડફળી ખાઓ અને ગરમીને દૂર ભગાવો, જાણો શરીર માટે કેટલું ગુણકારી છે આ ફળ
તાડફળી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. તાડફળી ખાવના ફાયદા જાણશો તમે દંગ રહી જશો
- ઉનાળામાં શરીરમાં ઘટી જાય છે પાણીનું પ્રમાણ
- આ ફળ પુરી કરી છે શરીરમાં પાણીની કમી
- ગરમીમાં તાડફળી ખાવાથી શરીરમાં મળે છે ઠંડક
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ તાડફળીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તાડફળી ખાવાથી શરીરમાં પાણી ઘટતું નથી. તાડફળીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તાડફળી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. તાડફળી ખાવના ફાયદા જાણશો તમે દંગ રહી જશો તાડફળી તમને ઉનાળામાં સ્વસ્થ રાખે છે. ઉનાળાની ઋતુમાં આવા ઘણા બધાં ફળ જોવા મળે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે, તમને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તે પારદર્શક અને વ્હાઇટ જેલી જેવી લાગે છે. તાડફળી સ્વાદમાં થોડી મીઠી હોય છે.
1) તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટનો દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે.
2) તાડફળીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું બની રહે છે
3) તાડફળીમાં ઘણું પાણી સમાયેલું છે. આ પાણી તમારા પેટને ભરેલું રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. તાડફળી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગવાથી બચાવે છે. ઉનાળામાં ઓઈલી સ્કીનને લીધે ખીલ થવાની સંભાવના ઘણી હોય છે. આવી સ્થિતિમાં તાડફળીનો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.
4) ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની તકલીફ ઉભી થાય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તાડફળી શરીરને ઠંડક આપીને તાજગી પૂરી પાડે છે. ગર્ભવતી મહિલાને હંમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તાડફળીને આહારમાં ઉમેરવાથી રાહત થાય છે.
5) તાડફળીમાં એથોસાયનિક નામનું ફાયટોકેમિકલ છે જે ગાંઠ અને સ્તન કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. તાડફળીના રસમાં ખાંડ મિક્ષ કરીને દર્દીને આપવાથી પેશાબની સમસ્યા જેવી કે પેશાબ તૂટક તૂટક આવવો, બળતરા થવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો જેવી સમસ્યામાં રાહત થાય છે.
6) હરસ, મસા અને ફિશરના રોગોમાં અકસીર ગણાતી તાડફળી પેશાબની બળતરા પણ દૂર કરે છે. ખરતાવાળની સમસ્યા દૂર કરી વાળ લિસ્સા અને ચમકદાર બનાવવામાં તાડફળીનો ઉપયોગ અકસીર ગણાય છે.
7) છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે આ તકલીફને દુર કરવામાં તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે સમસ્યામાંથી મુક્તિ મળે છે.
8) ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળવું એ ત્વચા માટે સૌથી મોટી સમસ્યાનું કારણ બને છે. તડકામાં જતાં જ ત્વચા પર બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ થવા માંડે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે તાડફળીના રસમાં ચંદન પાવડર નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો. ત્વચા પરથી બળતરાની સમસ્યા દૂર થશે. તાડફળીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમના ગુણ મળી આવે છે જે શરીરની અંદરના કચરાને સાફ કરીને લીવરને સુરક્ષિત રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે