Health Tips: ઉનાળામાં ખાટી-મીઠી સ્ટ્રોબેરી તમને અનેક બીમારીઓ સામે આપશે રક્ષણ

સ્ટ્રાબેરી લાલ રંગનું ફળ જે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેનું નામ લેતા  મોઢામાં પાણી આવી જાય. આ ફળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે જેમાં મિલ્ક શેઇક, આઈસ્ક્રીમ તેમજ રાઈતા માટે પણ એકદમ અનુરૂપ ફળ છે. સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી જ બધાના દિલ જીતી લે  છે. સ્ટ્રોબેરી દરેક મોટાથી લઈ નાના બધાની પ્રિય હોય છે. સ્ટ્રોબેરી મુખ્ય રીતે ઓછી કેલેરી વાળું ફળ છે. જેમાં સોડિયમ તેમજ ખાંડ હોતી નથી. સ્ટ્રોબેરીને આરોગવાથી બીજી કોઈ વસ્તુને જરૂર નથી પડતી અને તે વજન પણ સારા પ્રમાણમાં ઉતારી દે છે.

Health Tips: ઉનાળામાં ખાટી-મીઠી સ્ટ્રોબેરી તમને અનેક બીમારીઓ સામે આપશે રક્ષણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્ટ્રોબેરીમાં ઘણા વિટામિન હોય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન C, વિટામિન A અને K હોય છે. આ ઉપરાંત, તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને આહાર રેસાથી સમૃદ્ધ છે. ખાસ વાત એ છે કે, તેમાં કોઈ સોડિયમ, કોલેસ્ટરોલ અને ચરબી નથી. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો અને પ્લાન્ટ સંયોજનો હૃદયરોગના આરોગ્ય માટે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.

1-સ્ટ્રોબેરીમાં ફેનોલિક ફ્લેવનોઇડ્ઝ ફાયટો-કેમિકલ્સ આવેલાં છે. સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે રક્ષણ મળે છે. તે એન્ટિ એજિંગ છે એટલે ત્વચાની સુંદરતા માટે ઉપયોગી છે.

2- સ્ટ્રોબેરીમાં વિટામિન 'C' વઘુ પ્રમાણમાં મળે છે જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. માટે જ વિટામિન 'C' વધુ હોય તેવાં ફળો ખાવાથી રોગ સામે રક્ષણ મળે છે. સ્ટ્રોબેરી વારંવાર થતાં શરદી-ખાંસીને દૂર રાખે છે.

3-સ્ટ્રોબેરીમાં વિટામિન 'B' કોમ્પ્લેક્સ અને વિટામિન 'B-6' વધુ પ્રમાણમાં આવેલાં છે. આ બધાં વિટામિનથી શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન અને ફેટ સારા પ્રમાણમાં મેટાબોલાઇઝ થાય છે.

4-સ્ટ્રોબેરીમાં મિનરલ્સ જેવાં કે પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને આયોડિન આવેલાં છે. પોટેશિયમ ખાસ કરીને હાર્ટરેટને માપસર રાખવાનું કામ કરે છે. વળી બ્લડપ્રેશરને પણ મેન્ટેઇન કરે છે. કોપરથી રેડ સેલ્સ સારા રહે છે. શરીરમાં રેડ બ્લડ સેલ બનાવવા માટે આયર્ન ઉપયોગી છે. ફ્લોરાઇડથી હાડકાં મજબૂત થાય છે અને દાંતમાં ફાયદો થાય છે.

5-2થી 3 મહિના મળતી સ્ટ્રોબેરી ભરપૂર ખાવી જોઈએ..બાળકોને બપોરે જ્યારે બહુ ભૂખ લાગે અથવા સવારે શાળાએ જતાં પહેલાં 1 વાટકો સ્ટ્રોબેરી ખવડાવવી ફાયદાકારક છે.

6-સ્ટ્રોબેરીમાં વિટામિન 'E' અને શરીરની સુંદરતા વધારવામાં મદદરૂપ થતાં ફ્લેવેનોઇડ્ઝ આવેલાં છે. સ્ટ્રોબેરીથી ત્વચાની સુંદરતા વાળની સુંદરતા મળે છે. સ્ટ્રોબેરી ચહેરા પર, હાથ પર અને શરીરના અન્ય અંગો પર પડતી કરચલીથી દૂર રહે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news