Health Tips: પેટમાં દુખાવાની સમસ્યાથી પરેશાન છો? જાણી લો આ ગંભીર બીમારીઓના તમે પણ બની શકો છો શિકાર

પેટમાં દુખાવાના અનેક કારણો હોય શકે છે. ઘણીવાર બહારનું ભોજન આરોગ્યા બાદ લોકોને પેટમાં દુખાવો થતો હોય છે. જ્યારે લોકોને પથરી થઈ હોય તો પણ અસહ્ય દુખાવો થતો હોય છે. આવા અનેક કારણો છે જેને કારણે વ્યક્તિને પેટમાં દુખાવો થયો હોય છે. મોટા ભાગે લોકો પહેલા ઘરગથુ ઉપચાર કરે છે, જો કે દુખાવો વધી જાય તો તેઓ ડોક્ટરોની સલાહ લે છે. આ લેખમાં અમે તમને જણાવીશું પેટમાં દુખાવાના કેટલાક કારણો.

Health Tips: પેટમાં દુખાવાની સમસ્યાથી પરેશાન છો? જાણી લો આ ગંભીર બીમારીઓના તમે પણ બની શકો છો શિકાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ પેટમાં દુખાવો થતો હોવાથી ડોક્ટર પાસે જવું કે નહીં, તે કેટલીક વાર નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. ઈમરજન્સીમાં પેટમાં દુખાવો સામાન્ય છે. જો રોગીને બીમારી વિશે સાચી જાણકારી હોય તો હેલ્પલાઈન પર ડોક્ટર અથવા નર્સના સંપર્ક કરવું જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ લેખમાં અમે તમને પેટમાં દુખાવાના કારણો જણાવીશું.

લિવર, ગોલબ્લેડર અથવા પેન્ક્રિયાઝ
જો કોઈ વ્યક્તિને પેટના ઉપરના ભાગમાં પાસળીની બરાબર નીચે દુખાવો થતો હોય તો આ લિવર, ગોલબ્લેડર અથવા પેન્ક્રિયાઝથી જોડાયેલી સમસ્યા હોય શકે છે. આમાં ગેલ્સટોન સૌથી સામાન્ય સ્થિતિ છે. ગેલસ્ટોન પિત્ત વાહિકોને બ્લોક કરી દે છે. જેને કારણે લિવરના ફંકશનમાં સમસ્યા અથવા પેન્ક્રિયાઝમાં ઈન્ફેક્શન થઈ શકે છે. આ સમસ્યાને પેંક્રિયાટાઈટિસ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં દર્દીને તાવ, ઉલટી અથવા પીળી આંખો જેવા લક્ષણ જોવા મળે તો નિશ્ચિંત રૂપથી તેને ડોક્ટરની મદદ લેવી જોઈએ.

Aishwarya કેમ પહોંચી ગઈ પાકિસ્તાનમાં? સોશિયલ મીડિયા પર તસવીરોએ મચાવ્યો તરખાટ, જાણો પાકિસ્તાન પહોંચેલી 'બચ્ચન બહુ' ની સાચી હકીકત

ડાયવર્ટિકુલર ડિસીઝ
કોલોન એટલે મોટા આંતરડામાં નાની-નાની થેલીઓને કારણે ડાયવર્ટિકુલર બીમારી વિકસિત થાય છે. આ કારણે પેટમાં બળતરા અને ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. મેડિકલ ભાષામાં આ બીમારીને ડાયવર્ટિકુલાઈટિસ કહેવામાં આવે છે. એક રીતે જોવા જઈએ તો ડાયવર્ટિકુલર ડિસીઝ મેડિકલ ઈમરજન્સી નથી. પરંતુ દર્દીને અચાનક પેટમાં સખત દુખાવો, કબ્ઝ, ડાયેરિયા અથવા સોજો આવી જાય તેવી સમસ્યા થતી હોય તો તેને ડોક્ટરોનો સંપર્ક કરવો અનિવાર્ય છે.

Taj Mahal માં બોમ્બની ખબર, જાણો શા માટે ક્યારેક લીલા કપડાંથી, ક્યારેક લાકડાંથી તો ક્યારેક ઝાડ-પાનથી તાજમહેલને છુપાવવો પડ્યો

કિડની સ્ટોન (પથરી)
કિડની સ્ટોન એટલે કે પથરીનો દુખાવો બહુ દર્દનાક હોય છે, પરંતુ તે જીવતેણ નથી. પથરીમાં દર્દીને પેટની નીચેના ભાગમાં દુખાવો શરૂ થાય છે. જે પાછળ કમર સુધી ફેલાય છે. વધુ પડતા દુખાવાને કારણે ઘણીવાર વ્યક્તિને ચક્કર આવે છે, ગભરામણ થાય છે, ગ્રોઈનમાં દુખાવો થાય છે. જો પથરીનો દુખાવો સહન ન થાય તો ડોક્ટર પાસે જઈ તેની તાત્કાલિક સારવાર કરાવી લેવી જોઈએ.

ડિહાઈડ્રેશન
પેટથી જોડાયેલી સમસ્યાને પગલે ઉલટી અથવા ડાયેરિયા ડિહાઈડ્રેશનનું કારણ બને છે. ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. ડ્રાય સ્કીન, પેશાબ ન લાગવો, હોઠ ફાટી જવા અને ઝડપી દિલના ધબકારા જેવા લક્ષણો જોવા મળે તો માની લેવું કે તે વ્યક્તિ ડિહાઈડ્રેટેડ છે. ડિહાઈડ્રેશનમાં વ્યક્તિએ પ્રવાહી ભોજન પર નિર્ભર રહેવું જોઈએ. એટલે કે દહીં અને ખીંચડી જેવું સાદું ભોજન જ આરોગ્વું જોઈએ. આ સ્થિતિમાં વ્યક્તિએ તીખું-તળેલું ભોજન ટાળવું જોઈએ. વ્યક્તિએ દ્રાક્ષ, તરબુચ જેવા પાણીદાર ફળ આરોગવા જોઈએ. આ સાથે જ વ્યક્તિએ વધુમાં વધુ પાણી પીવું જોઈએ.

એપેન્ડિસાઈટિસ
એપેન્ડિસાઈટિસ એપેન્ડિક્સનું જ એક ઈન્ફેક્શન છે. સારવાર ન મળતા એપેન્ડિક્સ બગડી શકે છે. પેટના વચ્ચે અચાનક ધીરે ધીરે દુખાવો વધતો જાય તો તે એપેન્ડિસાઈટિસનો એક સંકેત છે. આ સ્થિતિમાં દુખાવા પણ અલગ અલગ પ્રકારના હોય છે. એપેન્ડિક્સના દુખાવા થતા દર્દીએ ઈમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. આ સમસ્યા માટે ડોક્ટર એપેન્ડિક્સ કાઢવા અને એન્ટીબાયોટિક્સ આપવાની સલાહ આપે છે.

ડાયનાસોર અંગે વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો, જાણો શું હજુ જીવે છે ડાયનાસોર?

રક્ત કોશિકાનું તૂટવું અથવા બ્લીડિંગ
આપણું પેટ રક્ત કોશિકાઉથી ભરેલું હોય છે. અહીં શરીરની સૌથી મોચી ઓર્ટા નામની રક્ત કોશિકા હોય છે. ઓર્ટોમાં પંક્ચર થવા અથવા કટ લાગવાને તારણે કેટલીક વાર ઓર્ટિક ડિસેશનની સમસ્યા થવા લાગે છે. પેટની રક્ત કોશિકાઓનું તૂટવું અથવા તેમાથી લોહી નીકળવું જિંદગીને ખતરામાં નાખી શકે છે. પેટમાં અચાનક સખત દુખાવો થવો સૌથી મોટું લક્ષણ છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ, દિલના ધબકારા તેજ થવા અથવા ચક્કર આવવા જેવી સમસ્યાઓ થતી હોય છે. આ તમામ લક્ષણો દર્શાતા તમારી ડોક્ટરની મદદ લેવી જોઈએ.

ઈન્ટેસ્ટાઈન બ્લોકેજ
આંતરડાઓમાં બ્લોકેજ અપશિષ્ટ પદાર્થોને શરીરથી બહાર કાઢવામાં મુશ્કેલી પેદા કરે છે. કેટલાક બ્લોકેજ આંશિક રૂપથી કોઈ આંતરડાને બંધ કરી દે છે. જ્યારે કેટલાક બ્લોકેજ તો પૂરી રીતે આંતરડાને બંધ કરી દે છે. સંપર્ણ રીતે આંતરડાનું અચાનક બ્લોક થઈ જવું જિવલેણ સાબિત થઈ શકે છે. ટ્યૂમર, ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ અથવા હર્નિયા જેવી બીમારીને પગલે પણ આંતરડા બ્લોક થઈ શકે છે. આંતરડાઓનું બ્લોકેજનું સૌથી ખતરનાક કારણ વોલ્વુલસ હોય છે. વોલ્વુલસ તે સમયે વિકસિત થાય છે જ્યારે પેટમાં કોલોન પોતાની રીતે વળવા લાગે છે. આવી સ્થિતિમાં જો દર્દી સમસયર સારવાર ન કરાવે તો વોલ્વુલસ આંતરડાને ફાડી નાખશે અથવા ટિશુ મોતનું કારણ બની જશે. આ તમામ પ્રકારની સમસ્યા થતાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news