વર્લ્ડ હેલ્થ ડે: દિવ્યાંગજન માટે નેશનલ હેલ્થ ફેસ્ટિવલનું આયોજન, એથેલેટસનું ફ્રી હેલ્થ સ્ક્રીનીંગ કરાશે
ભારત સરકારના કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ વર્લ્ડ હેલ્થ ડે પ્રસંગે તા.7 એપ્રિલના રોજ સ્પેશ્યલ ઓલિમ્પિક ભારતે દિવ્યાંગજનો માટે સૌથી મોટા નેશનલ હેલ્થ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલીટી ધરાવતા 75,000 એથેલેટસનું 75થી વધુ શહેરોમાં ફ્રી હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે.
Trending Photos
ભારત સરકારના કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ વર્લ્ડ હેલ્થ ડે પ્રસંગે તા.7 એપ્રિલના રોજ સ્પેશ્યલ ઓલિમ્પિક ભારતે દિવ્યાંગજનો માટે સૌથી મોટા નેશનલ હેલ્થ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલીટી ધરાવતા 75,000 એથેલેટસનું 75થી વધુ શહેરોમાં ફ્રી હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દિવ્યાંગજનોની જીંદગી પાટાપર ચડે અને સમાવેશી દુનિયામાં રમવા માટે પાછા ફરે તેવો છે.
ગુજરાત સરકાર દ્વારા સહયોગ પ્રાપ્ત આ સૌથી મોટા રાષ્ટ્રિય કાર્યક્રમમાં 33 જીલ્લાના 10,000 સ્પેશ્યલ એથેલેટસનું તબીબી સ્ક્રીનીંગ કરવામાં આવશે. આમાંથી 7500થી વધુ એથેલેટસ કર્ણાવતી યુનિવર્સિટી અમદાવાદ ખાતે તા.6 અને 7 એપ્રિલ, 2022ના રોજ સ્ક્રીનીંગમાં સામેલ થશે. દરમ્યાનમાં ગુજરાતના 4 જીલ્લાઓના એથેલેટસનું સ્ક્રીનીંગ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈનડોર સ્ટેડિયમ ખાતે હાથ ધરવામાં આવશે.
સૌ પ્રથમ યોજાઈ રહેલા આ અનોખા કાર્યક્રમ અંગે માહિતી આપતાં સ્પેશ્યલ ઓલિમ્પિકસ ભારતના ચેરપર્સન ડો. મલ્લિકા નડ્ડાએ જણાવ્યું હતું કે “સ્પેશ્યલ ઓલિમ્પિકસ ભારત રમતો, આરોગ્ય અને યુવા નેતૃત્વની પ્રવૃત્તિઓ દ્વારા ઈન્ટેલેક્ચુઅલ ડિસેબિલીટી ધરાવતા સમુદાયને સહાય કરે છે અને તેમનું જીવન બહેતર અને સમાવેશી બનાવીને તે લોકો આત્મગૌરવ અને સન્માન સાથે સમાજમાં રહી શકે તેવી સ્થિતિ ઉભી કરે છે. 190થી વધુ દેશ આ પ્રોગ્રામનો હિસ્સો બન્યા છે અને અમને ગૌરવ છે કે ભારતમાં વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ હાથ ધરાયો છે. ભારતના 17 લાખ કરતાં વધુ સ્પેશ્યલ એથેલેટ્સસ્પેશ્યલ ઓલિમ્પિક મૂવમેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા છે.
આ કાર્યક્રમમાં તમામ શહેરો, જીલ્લા અને ગામડાંઓને આવરી લેવામાં આવ્યા છે. કોરોના મહામારીને કારણે સ્પેશ્યલ એથેલેટસને માઠી અસર થઈ હતી. આ લોકો રમત-ગમતની પ્રવૃત્તિ કે શાળામાં જોડાઈ શકતા ન હતા. આ લોકો રમતમાં પાછા ફરે તે માટે અમે સહાય કરી રહ્યા છીએ અને નેશનલ હેલ્થ ફેસ્ટિવલ ફોર દિવ્યાંગજન દ્વારા હાથ ધરવામાં આવેલું હેલ્થ સ્ક્રીનીંગ તે દિશાનું પ્રથમ પગલું છે. આપણે આ સ્પેશ્યલ એથેલેટસને સ્વિકાર, સમાવેશ, ઓળખ અને સન્માન પૂરૂં પાડવું જોઈએ.”
આ વિગતમાં ઉમેરો કરતાં સ્પેશ્યલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર દિપક નતાલીએ જણાવ્યું હતું કે “એ અદ્દભૂત બાબત છે કે સ્પેશ્યલ ઓલિમ્પિક મારફતે અમે જે કાંઈ કામગીરી કરી રહયા છીએ તેને લોકો સમજી રહ્યા છે. રમતો અમારી મજલની શરૂઆત છે અને અમે તેમના જીવનમાં તકો ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. આ દિશાનું પ્રથમ પગલું હેલ્થ સ્ક્રીનીંગ સમારંભ છે. આવા સમારંભોથી ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલીટીમા જીવતા લોકોનું જીવન બદલવામાં અને તેમના સમુદાયની સારવારમાં સહાય થશે.”
ગુજરાત 3 શાખાઓમાં મહત્તમ સંખ્યામાં સ્ક્રીનીંગ કરશે. આ શાખાઓમાં- સ્પેશ્યલ સ્માઈલ (ડેન્ટલ), ઓપનીંગ આઈઝ (આંખની તપાસ) તથા હેલ્થ પ્રમોશન (પ્રિવેન્ટીવ અને ન્યૂટ્રિશન)નો સમાવેશ થાય છે. 750 ક્લિનિકલ વોલેન્ટીયર્સ આ કાર્યક્રમમાં જોડાઈને 500 નૉન-ક્લિનિકલ વોલેન્ટિયર્સને સહાક કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં અમદાવાદની આસપાસના વિસ્તારોની 7 થી 8 તબીબી સંસ્થાઓ સામેલ થઈ છે.
તા.7 એપ્રિલ, 2022નો સમારંભ
તા.7 એપ્રિલના રોજ યોજાનારા મેડિકલ સ્ક્રીનીંગ પછી એથેલેટસ સમાપન સમારંભ માટે સાંજે 5-30 થી 7-00 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એકત્ર થશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનુ અધ્યક્ષ સ્થાન સંભાળશે. તેમની સાથે જે માનવંતા મહેમાનો જોડાશે તેમાં- સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ઈન્ટરનેશનલના ચીફ હેલ્થ ઓફિસર- ડો. એલિસીયા બઝાનો, સ્પેશ્યલ ઓલિમ્પિક એશિયા પેસિફીકના રિજીયોનલ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર- ડો. દિપક નતાલી તથા સ્પેશ્યલ ઓલિમ્પિક ભારતના ચેરપર્સન- ડો. મલ્લિકા નડ્ડા તથા એસઓ ભારતના જનરલ સેક્રેટરી- ડો. ડી. જી. ચૌધરીનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં પોરબંદરનો લોકપ્રિય ગુજરાતી દાંડિયા રાસ રજૂ થશે. સાંસ્કૃતિક કાર્યક્રમ પછી ફીટ-5 ના 5000 એથેલેટ્સ રજૂઆત કરશે અને આ કાર્યક્રમને ગિનીઝ બુક ઓફ વર્લડ રેકોર્ડમાં સ્થાન મળે તેવો પ્રયાસ કરશે. આ પ્રસંગે એસઓ ભારતને મળેલા વિવિધ એવોર્ડઝની જાહેરાત કરવામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવમાં એસઓ ભારતની સામેલગિરી
વર્લ્ડ હેલ્થ ડે અને ઈન્ક્લુઝિવ હેલ્થ વીક પ્રસંગે એસઓ ભારત ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલીટી ધરાવતા 75,000 એથેલેટસનું તા.5 અને 7 એપ્રિલ, 2022ના રોજ ભારતના 75 શહેરોમાં સ્ક્રીનીંગ કરીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે. આ ઈવેન્ટ પૂર્વે 7500 ક્લિનિકલ વોલેન્ટિયર્સને સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગાઈડલાઈન અનુસાર અસરકારક રીતે સ્ક્રીનીંગ કરવા માટેની તાલિમ આપવામાં આવશે. સમગ્ર ભારતમાં સ્પેશ્યલ સ્માઈલ (ડેન્ટલ) અને હેલ્થ પ્રમોશન (પ્રિવેન્શન અને ન્યુટ્રિશન) નું સ્ક્રીનીંગ કરાશે. જ્યારે ઓપનીંગ આઈઝ (આંખની તપાસ) માત્ર ગુજરાત રાજ્યમાં જ હાથ ધરવામાં આવશે.
સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ફીટ-5 ડેમોન્સ્ટ્રેશન સ્ક્રીનીંગના સ્થળોએ હાથ ધરવામાં આવશે. ફીટ-5 એ શારીરિક પ્રવૃત્તિ, પોષણ અને હાઈડ્રેશન અંગેનું આયોજન છે, જેનો ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો અને એથેલેટસનું આરોગ્ય અને ફીટનેસ વધારવાનો છે. 750 સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત સેન્ટર્સને તબક્કાવાર એક્ટિવેટ કરવામાં આવશે અને તે દ્વારા એથેલેટસને તેમની રોજબરોજની પ્રવૃત્તિમાં સ્પોર્ટસને પ્રોત્સાહિત કરવામાં આવશે. એથેલેટસનું રજીસ્ટ્રેશન દેશમાં ડિઝાઈન કરવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશન મારફતે હાથ ધરવામાં આવશે અને તે રીતે ડીજીટલ એક્સેસ અને એથેલેટસ માટે ટાઈમલાઈન ધરાવતી મોનિટરીંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.
સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત અંગેઃ
સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત એ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ઇન્ક. યુએસએનું એક્રિડીશન ધરાવતું નેશનલ સ્પોર્ટસ ફેડરેશન છે, જે સમગ્ર ભારતમાં રમતો અને વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરે છે. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત ઈન્ડિયન ટ્રસ્ટસ એક્ટ 1882 હેઠળ રજીસ્ટર્ડ કરવામાં આવ્યું અને તેને ભારત સરકારના નેશનલ સ્પોર્ટસ ફેડરેશને (2006થી) ઈન્ટેલેક્ચ્યુલ ડિસેબિલીટી ધરાવતા સ્પોર્ટ પર્સનના વિકાસ માટે માન્યતા આપેલી છે. માર્શલ ડેન્ઝીલ કિલોર, પીવીએસએમ, કેસી, એવીએસએમ, વીઆરસી દ્વારા વર્ષ 2001માં સ્થપાયેલી આ સંસ્થાએ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 લાખ કરતાં વધુ એથેલેટસ રજીસ્ટર કર્યા છે.
સ્પેશ્યલ ઓલિમ્પિકસ એ સ્પોર્ટસ, હેલ્થ, એજ્યુકેશન અને લીડરશીપ પ્રોગ્રામ્સ રોજબરોજ હાથ ધરતી ગ્લોબલ ઈન્ક્લુઝન મૂવમેન્ટ છે, જે વિશ્વમાં આ પ્રકારના એથેલેટ્સ તરફ રખાતા ભેદભાવનો અંત લાવી ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલીટ ધરાવતા લોકોનું સશક્તિકરણ કરે છે. 1968માં શ્રીમતિ યુનિસ કેનેડી શીવર દ્વારા સ્થાપવામાં આવેલ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ મૂવમેન્ટ વૃધ્ધિ પામતી રહીને હાલમાં 60 લાખ કરતાં વધુ એથેલેટસ અને 190 દેશોમાં યુનિફાઈટ સ્પોર્ટસ પાર્ટનર્સ ધરાવે છે. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ 7 રિજીયન મારફતે કામ કરે છે, જેમાં ભારત એશિયા પેસિફિક રિજીયનમાં સમાવેશ પામે છે. એશિયા પેસિફિક રિજીયનમાં સ્પેશ્યલ ઓલિમ્પિક્સ 35 દેશોના 17 લાખ કરતાં વધુ એથેલેટસના જીવનને સ્પર્શશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે