Skin Infection: ચોમાસામાં થતા ત્વચાના રોગથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા

Skin Infection: ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે તેની સાથે ત્વચા સંબંધિત રોગ પણ વધી જતા હોય છે. ચોમાસામાં થતા ત્વચાના આ રોગને ઘરબેઠા દૂર કરવા હોય તો તેના કેટલાક સરળ અને પ્રભાવી ઉપાયો પણ છે. 

Skin Infection: ચોમાસામાં થતા ત્વચાના રોગથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા

Skin Infection: ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે તેની સાથે ત્વચા સંબંધિત રોગ પણ વધી જતા હોય છે. વરસાદી વાતાવરણમાં ત્વચાના કેટલાક રોગ પણ માથું ઊંચકે છે. ચોમાસા દરમિયાન સોરાયસીસ, ત્વચા પર દાણા નીકળવા, ખરજવું થવું અને ત્વચા લાલ થઈ જવી જેવી સમસ્યાઓ પણ લોકોને પરેશાન કરતી હોય છે. ચોમાસામાં થતા ત્વચાના આ રોગને ઘરબેઠા દૂર કરવા હોય તો તેના કેટલાક સરળ અને પ્રભાવી ઉપાયો પણ છે. 

આયુર્વેદ અનુસાર ચોમાસામાં વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે પિત્ત પ્રકોપ વધી જાય છે. શરીરમાં પિત્ત વધી જવાના કારણે ત્વચાના રોગ થવાનું જોખમ પણ વધે છે. આ સમય દરમિયાન ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો બેકરી પ્રોડક્ટ અને ડ્રાય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય એ વાત ઉપર પણ ધ્યાન આપો કે પેટ નિયમિત સાફ થતું હોય. પેટનો સીધો સંબંધિત ત્વચા સાથે હોય છે. 

ચોમાસામાં ત્વચાના રોગથી બચવા શું કરવું ?

- ચોમાસા દરમિયાન કારેલા, પરવળ, દુધી, નાળિયેર અને અંકુરિત કઠોળનું સેવન કરવું જોઈએ. આ બધા શાક અને દાળ પિત્ત શાંત કરવામાં મદદ કરે છે. 

- વાતાવરણમાં ઠંડક હોવાના કારણે પિત્ત વધી જાય છે અને તેના કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે. તેથી નિયમિત એક્સરસાઇઝ કરો જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે. 

- ત્વચાના રોગ થવાનું જોખમ ઘટાડવું હોય તો ભોજનમાં ઘઉંને બદલે જવ અથવા તો મગથી બનેલી રોટલીનો સમાવેશ કરો. આ લોટ પચવામાં હળવો રહે છે.

- ચોમાસા દરમિયાન ઉનાળામાં લાગે એવી રીતે તરસ લાગતી નથી. પરંતુ તેમ છતાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન પાણી પીતા રહો. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી ત્વચાના રોગથી બચી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news