Health Tips: તમારી Sex Life ને શાનદાર બનાવશે રસોડામાં રહેલી આ 8 વસ્તુઓ, પુરષોની સમસ્યાનું થશે સમાધાન
બહુ ઓછા લોકો જાણે છે કે કેટલાંક ઘરેલુ નુસખાથી પણ સેક્સ ડ્રાઈવ વધારી શકાય છે. અનેક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થઈ ચૂકયો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રીમેચ્યોર ઈજેક્યુલેશનથી લઈને સેક્સ ડ્રાઈવ ઓછી થવા જેવી અનેક સમસ્યાઓ છે, જે મોટાભાગે પુરુષોને પરેશાન કરે છે. અનેક લોકો તેની સારવાર કરાવવા માટે ડોક્ટરો પાસે જાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કેટલાંક ઘરેલુ નુસખાથી પણ સેક્સ ડ્રાઈવ વધારી શકાય છે. અનેક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થઈ ચૂકયો છે કે કેટલાક ભારતીય મસાલા યૌન ઈચ્છાને વધારવાનું કામ કરે છે.
1. જાયફળ:
જાયફળને સૌથી ગરમ મસાલામાંથી એક માનવામાં આવે છે. રિસર્ચમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે જાયફળ વિયાગ્રાની જેમ કામ કરે છે. તેને ઉપરથી થોડુંક છીણીને ખાઈ શકાય છે. જોકે તેનું સેવન બહુ ઓછી માત્રામાં કરવું જોઈએ.
2. લસણ:
સેક્સ ડ્રાઈવ વધારવા માટે લીલા મરચાની સાથે લસણ ખાવાનો બહુ જૂનો સંબંધ છે. તમે લસણને ફોલીને તેને માખણમાં ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. લસણ પ્રીમેચ્યોર ઈજેક્યુલેશનની મુશ્કેલીને પણ દૂર કરે છે.
3. આદુ:
આદુ શરદી-ઉધરસ દૂર કરવાથી લઈને ઈમ્યૂનિટી વધારવા માટે જાણીતું છે. તેને નિયમિત રીતે ખાવાથી સેક્સ ડ્રાઈવ પણ વધે છે. તેમાં મળી આવતાં તત્વ સેક્યુઅલ પરફોર્મન્સને મજબૂત બનાવે છે.
4. લવિંગ:
લવિંગ એક ગરમ મસાલા છે. તે ખાવાને સુગંધીદાર બનાવે છે. સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ઈમ્યૂનિટી વધારવા માટે કરવામાં આવી છે. પરંતુ તે સિવાય તે તમારી સેક્સ લાઈફને શાનદાર બનાવે છે.
5. મેથીના બીજ:
મેથીના બીજમાં મળી આવતાં સેપોનિન ટેસ્ટોસ્ટેરોનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ હોર્મોનના વધવાથી પુરુષોમાં સેક્સ પાવર વધે છે.
6. ઈલાયચી:
દરેક રંગની નાની અમથી જોવા મળતી ઈલાયચી બહુ કામની છે. ઈલાયચી થાક દૂર કરીને એનર્જી વધારે છે. તેનાથી લોકોની સેક્સ ડ્રાઈવ પર સારી બને છે.
7. કેસર:
કેસર યૌન ઈચ્છા વધારવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કારણ છે કે મોટાભાગના પુરુષોને દૂધમાં કેસર મિક્સ કરીને પીવાની સલાહ આપે છે.
8. વરિયાળી:
મોટાભાગના લોકો ભોજન પછી વરિયાળી ખાવાની ટેવ ધરાવે છે. વરિયાળી મોઢાનો સ્વાદ સારો બનાવે છે. તેમાં એસ્ટ્રોજન પદાર્થ હોય છે, જે યૌન ઈચ્છાને પણ વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે