મોટાપા સાથે થઈ ગઈ છે ડાયાબિટીસ તો ડાયટમાં સામેલ કરો આ 1 ફળ, ખાવાની સાથે કંટ્રોલ થી જશે વજન અને સુગર
દેશથી લઈને વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો મોટાપો તમારો બોડી શેપ બગાડવાની સાથે શરીરને બીમારીઓનું ઘર બનાવી દે છે. તેવામાં માત્ર એક ફળનું સેવન કરી તમે આ બંને સમસ્યાઓને ખતમ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનને કારણે લોકો સ્થુળતાનો શિકાર થઈ રહ્યાં છે. આ મોટાપો વ્યક્તિને કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ જેવી ઘાતક બીમારીનો શિકાર બનાવી રહ્યો છે. ડાયાબિટીસ તે ઘાતક બીમારીઓમાંથી એક છે, જેને આજીવન સહન કરવી પડે છે. આ એક ક્રોનિકલ બીમારી છે, જેને માત્ર કંટ્રોલ કરી શકાય છે. તેનું કારણ છે કે ડાયાબિટીસ ખતમ કરવાની કોઈ દવા બની નથી. તેનાથી બચવા કે ઠીક રહેવા માટે બ્લડ સુગરને કંટ્રોલ કરવું એકમાત્ર ઉપાય છે. જો તમે પણ મોટાપાથી લઈને ડાયાબિટીસથી પરેશાન છો તો આયુર્વેદમાં દવા મનાતા એક ફળનું સેવન કરી શકો છો.
આયુર્વેદમાં સામેલ આ ફળ કદંબનું છે, જેને દવાના રૂપમાં પણ ખાવામાં આવે છે. કદંબનું ફળ નિયમિત ખાવાથી તે ન માત્ર મોટાપો ઘટાડવામાં સહાયક થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સાબિત થાય છે. તે બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે ઘણી ગંભીર બીમારીઓને વધવાથી રોકે છે. કદંબ (Kadamba fruit)ના ફળ સિવાય તેના મૂળ, પાન અને છાલ પણ બીમારીઓમાં દવાનું કામ કરે છે. આવો જાણીએ તેમાંથી મળનાર પોષક તત્વો, ફાયદો અને ખાવાની રીત.
કદંબના ફળને વાઇલ્ડ સિનકોના અને બર ફ્લાવર ટ્રી પણ કહેવામાં આવે છે. આ ફળ મે મહિનામાં પુષ્કળ પ્રમાણમાં આવે છે. નારંગીના આ ગોળ ફળમાં ઘણા ખનિજો, એન્ટીઑકિસડન્ટો, બળતરા વિરોધી અને પીડા વિરોધી ગુણો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કદંબના ફળ ઉપરાંત તેના ઝાડના પાંદડા અને ડાળીઓ પણ ખૂબ જ ઉપયોગી છે. તે પેઈન કિલર તરીકે પણ કામ કરે છે.
ડાયાબિટીસથી લઈને મોટાપા સુધી થાય છે કંટ્રોલ
કદંબનું ફળ ન માત્ર બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. આ ફળનું ચૂર્ણ બનાવી દરરોજ તેનું સેવન ફાયદાકારક છે. આ સિવાય તેમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. તે એનીમિયાની પરેશાની દૂર કરે છે. સાથે કદંબના ફળનું સેવન કરવાથી બાળકને સ્તનપાન કરાવનારી માતાના મિલ્કનું પ્રોડક્શન વધે છે. આ ફળ માથાના દુખાવાથી લઈને શરદી અને પેટ સંબંધિત બીમારીઓને ઠીક કરે છે. સાથે મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે